- આઇ વિઝન રિપોર્ટ નોર્મલ હોવાનો ચાર્જશીટમાં ખુલાસો
- આંખોમાં કોઈ ખરાબી ન હોવા છતાં સર્જ્યો અકસ્માત
- જાણી જોઈને અકસ્માત સર્જ્યો હોવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 9નો ભોગ લેનાર તથ્ય પટેલને લઈ મોટો ખુલાસો થયો છે. જેમાં તથ્ય પટેલની આંખોનું ટેસ્ટિંગ કરાયું છે. ત્યારે આઇ વિઝન રિપોર્ટ નોર્મલ હોવાનો ચાર્જશીટમાં ખુલાસો થયો છે. આંખોમાં કોઈ ખરાબી ન હોવા છતાં અકસ્માત સર્જ્યો હતો.
9 લોકોનો ભોગ લેનાર તથ્ય કેસમાં સાક્ષીનો ખુલાસો
સિમ્સ હોસ્પિટલના મેડિકલ ઓફિસરને સાક્ષી બનાવ્યા છે. જેમાં મેડિકલ ઓફિસરનું ચાર્જશીટમાં નિવેદન છે કે ‘અકસ્માત બાદ તથ્યને સારવાર માટે સિમ્સ હોસ્પિટલ લવાયો હતો. જેમાં તથ્યના માથાના ભાગે, પીઠ અને ડાબા પગમાં વાગેલું હતું. શરીર પર મૂઢ મારની સામાન્ય ઇજાઓ હતી. તથા તથ્ય પટેલે અકસ્માત થયાનું સ્વીકાર્યું હતું. ભેગા થયેલા લોકોએ માર માર્યો હોવાનું તથ્યનું નિવેદન હતુ
જાણી જોઈને અકસ્માત સર્જ્યો હોવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ
જાણી જોઈને અકસ્માત સર્જ્યો હોવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ છે. અકસ્માત સમયે તથ્ય પટેલ સાથે કારમાં હાજર તેના મિત્રોએ પોલીસને જણાવ્યું હતું કે તથ્ય પટેલને વધુ સ્પીડમાં ગાડી ચલાવવાની આદત છે. દુર્ઘટના સમયે જગુઆરમાં મોટેથી સંગીત વાગી રહ્યું હતું. મિત્રો કહે છે કે તેમણે તથ્ય પટેલને ઝડપી ડ્રાઇવિંગ કરતા અટકાવ્યો હતો, પરંતુ તે માન્યો ન હતો અને ત્યાં જ એક મોટો અકસ્માત બન્યો. મિત્રો કહે છે કે જ્યારે કારે લોકોને ટક્કર મારી ત્યારે તથ્ય પટેલનું સંપૂર્ણ ધ્યાન ડ્રાઇવિંગ પર નહોતું. કારની સ્પીડ ઘણી વધારે હતી. જેના કારણે આ અકસ્માત થયો હતો.
તથ્ય પટેલના મિત્રોએ મોટાભાગે તેને અકસ્માત માટે જવાબદાર ગણાવ્યો
અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે જેગુઆરમાં તથ્ય પટેલ કારમાં હાજર મિત્ર અને અન્ય સાથીદારો સાથે બધા જ આનંદના મૂડમાં હતા અને એકબીજાની હસી મજાક અને ગલીપચી કરતા હતા. જેના કારણે જગુઆર જ્યારે ઇસ્કોન બ્રિજની ટોચ પર પહોંચી ત્યારે થાર અને ડમ્પર પાસે હાજર લોકોએ તેની તરફ ધ્યાન ન આપ્યું અને મોટો અકસ્માત થયો. અમદાવાદ પોલીસની પૂછપરછમાં તથ્ય પટેલના મિત્રોએ મોટાભાગે તેને અકસ્માત માટે જવાબદાર ગણાવ્યો હતો.









