• યુવકના માથામાં બોથર્ડ પદાર્થ મારી કરી હત્યા
  • ગોડાઉનમાં રહેલા એક શખ્સે જ કરી હત્યા
  • સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા

રાજકોટમાં નવાગામના ગોડાઉનમાં 17 વર્ષીય યુવકનું મોત થયુ હોવાની વાત સામે આવી હતી જેમાં પહેલા હાર્ટએટેકથી મોત થયું હોવાનુ ખૂલ્યું હતું,આ સમગ્ર કેસમાં પોલીસ શંકાના દાયરામાં છે.પોલીસ કમિશનરને મૃતકના પરિજનોએ જાણ કરી હતી જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું કે મૃતકનુ મોત હાર્ટ એટેકથી નહી પણ બોથડ પદાર્થ મારીને યુવકની હત્યા કરાઈ છે.

આખા કેસમાં પોલીસ શંકાના દાયરામાં

પોલીસે હત્યા અંગે તપાસ કરી કે કેમ તે સવાલ ઉભો થાય છે.મૃતકના પરિજનોની પોલિસ કમિશનરને રજૂઆત કરી હતી તેમ છતા કોઇપણ તપાસ કરવામાં આવી ન હતી તેવો આક્ષેપ પરિજનોએ કર્યો હતો.અંતે પરિવારે હત્યાના CCTV ફૂટેજ જાહેર કર્યા છે,જેમાં દેખાઈ આવે છે કે બે શખ્સો ગોડાઉનમાં અંદર આવે છે અને યુવક જયા બેઠો છે ત્યાં બોથડ પદાર્થ મારે છે.૧ મે ના રોજ નવાગામના એક ગોડાઉનમાં ૧૭ વર્ષીય યુવકનું મોત થયું હતું.


રાત્રીના સમયે બની હતી ઘટના

1 મેના રોજ રાત્રીના લગભગ 9.30થી 10 વાગ્યાની આસપાસ હર્ષિલ ફરજ પર હતો ત્યારે ગોડાઉનની ઓફિસમાં રિવોલ્વિંગ ચેરમાં બેઠેલા એક શખ્સે હર્ષિલને બોથડ પદાર્થનો છૂટો ઘા માર્યો જોકે પહેલો ઘા માર્યો ત્યારે હર્ષિલ બચી ગયો, ત્યારપછીની બે મિનિટ બાદ ફરી બોથડ પદાર્થનો ઘા હર્ષિલ પર કરવામાં આવ્યો અને આ ઘા હર્ષિલના માથા પર લાગ્યો અને માત્ર ચાર જ સેકન્ડમાં તે ગોડાઉનની બહાર રોડ પર ઢળી પડયો.

સીસીટીવીના આધારે ખુલ્યો હત્યાનો ભેદ

પોલીસની વાત માનીને ગોરી પરિવારે એકના એક પુત્ર હર્ષિલની અંતિમવિધિ પણ કરી નાખી હતી. જોકે હર્ષિલના માતા કમળાબેનને પોલીસે કરેલી હાર્ટએટેકની વાત ગળે ઉતરતી નહોતી. તેઓએ ગોડાઉનના મેનેજર પાસેથી સીસીટીવી ફૂટેજ મગાવ્યા અને આ ફૂટેજ જોતાની સાથે જ તેમને જે શંકા હતી તે સાચી નીકળી અને હર્ષિલને બોથડ પદાર્થનો ઘા મારવાથી જ તેનું મોત થયાનું ફૂટેજ જોયા બાદ બહાર આવ્યું.

  • Follow us on: