• સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરે કર્યું કૌભાંડ
  • ખેડૂતોના કરોડો રૂપિયા ઉપાડી લીધાની ફરિયાદ
  • ખેડૂતોના નામે કૃષિ લોન લઈ કૌભાંડ કરવામાં આવ્યું
જામનગરના લતીપર ગામમાં બેંકમાં મોટું કૌભાંડ થયુ છે. જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરે કૌભાંડ કર્યું છે. ત્યારે ખેડૂતોના કરોડો રૂપિયા ઉપાડી લીધાની ફરિયાદ થઇ છે. બેંક મેનેજરે ધિરાણના પૈસા બરોબાર ઉપાડી લીધાની ફરિયાદ થઇ છે.

60 જેટલા ખેડૂતોના ધિરાણના 1.55 કરોડ રૂપિયાની ઉચાપત કરી
લતીપર ગામમાં સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયાના મેનેજર દ્વારા મસ્ત મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર નયન કુમાર સિંગ દ્વારા ખેડૂતોના કરોડો રૂપિયાનું કોભાંડ આચરવામાં આવ્યું છે. જેમાં 60 જેટલા ખેડૂતોના ધિરાણના 1.55 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ખેડૂતોએ કૃષિ લોન લીધી ન હોવા છતાં તેમના નામે લોન લેવામાં આવી હતી. બેંક મેનેજરે મૃતકના નામે કૃષિ લોન ઉપાડી લીધાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. ખેડૂતો દ્વારા બેંક અને પોલીસ વડાને અરજી આપી ફરિયાદ નોંધાવી હતી.

સોનાના દાગીના પર લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો
ગુજરાતમાં લોનના નામે થતી છેતરપિંડીના અનેક બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે વેરાવળની એક બેંકમાં ધીરાણ આપીને ગીરવી મુકવામાં આવેલા સોનાના દાગીના પર લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ અંગે વેરાવળ પોલીસ સ્ટેશનમાં બેંકના ત્રણ કર્મચારીઓ સામે ગુનો દાખલ કરવામં આવ્યો હતો. પોલીસે ત્રણેયની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બેન્કના સોનાના કુલ 6 જેટલાં પાઉચમાં 2 કરોડના 2 કિલો 746 ગ્રામ સોનાની ઠગાઈ સામે આવી હતી.

બેંકના ત્રણ કર્મીઓએ કૌભાંડ આચર્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે વેરાવળની બેંકમાં સેલ્સ મેનેજર માનસિંહ ગઢિયા, વિપુલ રાઠોડ અને પિન્કી ખેમચંદાણીએ લોનના નામે કૌભાંડ આચર્યું હતુ. બેન્કના આ કર્મચારીઓએ અસલી સોનું કાઢીને નવા પાઉચ પર જૂના પાઉચની તમામ વિગત લખી અધિકારીઓની સહીઓ કરી નાખી હતી. તેમજ પાઉચ ઉપરના દસ્તાવેજના નકલી રેકોર્ડ બનાવીને એમાં પીળી ધાતુના બોગસ દાગીના મૂકી દીધા હતા. ત્રણે જણાએ બોગસ ગ્રાહકો ઊભા કરીને તેમના નામે નવી ગોલ્ડ લોન મંજૂર કરાવી લેતા હતા અને તેમના દાગીનાના નામે લોન મેળવતા હતા. કૌભાંડનો માસ્ટરમાઈન્ડ માનસિંહ ગઢિયા છેલ્લા દોઢેક વર્ષમાં શેરબજારમાં સાતેક કરોડ જેટલી રકમ ગુમાવી ચૂક્યો છે. 
  • Follow us on:

[[$googlead]]