મોરબીમાં બે પરિવાર વચ્ચેની સામાન્ય બબાલની ઘટના સામે આવી છે. બે પરિવાર વચ્ચે સામાન્ય બાબતે બબાલ થયા બાદ પરિવારના સભ્યો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો. પરિવાર વચ્ચેની બબાલ લોહિયાળ જંગમાં પરિણમતા 6 લોકોને ગંભીર ઇજા પંહોચી. સ્થાનિકો દ્વારા આ માથાકૂટની ફરિયાદ બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પંહોચ્યો. મોરબી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી.


સામાન્ય બાબતે બબાલમાં લોહિયાળ જંગ

મળતી માહિતી મુજબ મોરબીના જોન્સનગરમાં બે પરિવાર વચ્ચે સામાન્ય બાબતે પહેલા બોલાચાલી થઈ. અને બોલાચાલી થયા બાદ પરિવારના કેટલાક સભ્યોને લાગી આવતા વાત આગળ વધી અને એકબીજા પર હુમલો કરવા લાગ્યા. સામાન્ય બબાલની વાતે ભયંકર સ્વરૂપ લેતા બંને પરિવારના લોકો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો. એક પરિવાર પર બીજો પરિવાર તૂટી પડ્યો અને છરી,તલવાર જેવા હથિયારો સાથે અન્ય લોકો પર ઘાતકી હુમલો કરી તેમને ઇજા પંહોચાહી હતી. માથાભારે શખ્સ દ્વારા ઘાતકી હુમલામાં કેટલાક લોકોને ગંભીર ઇજા પંહોચતા તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બે પરિવાર વચ્ચેની લોહિયાળ જંગમાં આખરે સ્થાનિકો દ્વારા સમગ્ર મામલાની પોલીસને જાણ કરાઈ. મોરબી સિટી એ ડિવિઝન પીઆઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો અને બંને પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરી. આખરે બંને વચ્ચે કઈ બાબત પર બોલચાલી થઈ હતી અને જે બાદમાં લોહિયાળ જંગમાં પરિણમી તેને લઈને પોલીસ બંને પરિવારના સભ્યોની કડક પૂછપરછ કરશે તેમજ સ્થાનિકો અને આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી સમગ્ર મામલામાં જે દોષિત હશે તેને કાયદાના સંકજામાં લેશે. જોન્સનગરમાં થયેલા લોહિયાળ જંગમાં બંને પક્ષોના મળી કુલ ૬ થી વધુ લોકોને ઇજા પંહોચી હતી. હાલમાં બંને પરિવાર વચ્ચે તણાવની સ્થિતિને પગલે સિવિલ હોસ્પિટલ ખાતે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

અગાઉ પણ મોરબીમાં મોટર સાયકલ ઉપર નીકળેલ બે યુવકને પ્રૌઢ મહિલા દ્વારા ધીમું ચલાવવાનું કે અથડાવવાનું કહેતા મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં યુવકોને પ્રોઢ મહિલાની ટકોર ના ગમતા તેનો ખાર રાખતા મહિલા અને યુવકના પરિવારો વચ્ચે ધોકા, પાઇપ, લોખંડની ટામી જેવા હથિયારો સહિત મારા મારી થઈ હતી.જ્યારે અન્ય એક ઘટનામાં ખેતરમાં માટીનો ઢગલો કરવા બબાતે બે પરિવાર વચ્ચે મારામારી થઇ હતી. જે મામલે બંને પરીવારે સામસામી ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે.

  • Follow us on: