• નવસારીના ચીખલીથી બોગસ તબીબ ઝડપાયો
  • મેડિકલ ડિગ્રી વગર તબીબની SOGએ કરી ધરકપડ
  • ચીખલીના શ્યાદા ગામમાં ચલાવતો હતો દવાખાનું

નવસારીના ચીખલીથી બોગસ તબીબ ઝડપાયો છે. જેમાં મેડિકલ ડિગ્રી વગર તબીબની SOGએ ધરકપડ કરી છે. તેમાં પોલીસે બોગસ ડોકટર નયન પાટીલની ધરપકડ કરતા દર્દીઓમાં ચકચાર મચી છે. ચીખલીના શ્યાદા ગામમાં દવાખાનું ચલાવતો હતો. તેમાં દવાઓ સહિત મેડિકલ પ્રેક્ટિસનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે.

નવસારીના ચીખલી નજીકથી ઝોલાછાપ તબીબ ઝડપાયો

[[$googlead]]

નવસારીના ચીખલી નજીકથી ઝોલાછાપ તબીબ ઝડપાયો છે. જેમાં મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવતા તબીબને SOGએ ઝડપી પડ્યો છે. મૂળ મહારાષ્ટ્રનો નયન પાટીલ ચીખલી તાલુકાના શ્યાદા ગામમાં ડોક્ટર બની દવાખાનું ચલાવતો હતો. તેમાં SOGની ટીમે શ્યાદા ગામે શ્રીજી ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા. પોલીસે બોગસ ડોકટર નયન પાટીલ પાસેથી દવાઓ સહિત મેડિકલ પ્રેક્ટિસનો સામાન જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથધરી છે.

[[$alsoread]]

પોરબંદર જિલ્લામાં છેલ્લા છ મહિનામાં છ જેટલા ડીગ્રી વગરના ડોકટરો પકડાયા

પોરબંદર જિલ્લામાં છેલ્લા છ મહિનામાં છ જેટલા ડીગ્રી વગરના ડોકટરો પકડાઈ ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં રાણાવાડોત્રા ગામેથી વધુ એક બોગસ ડોકટરને પકડવામાં એસ.ઓ.જી.ને સફળતા મળી હતી. બાતમી મળેલ કે રાણા વાડોત્રા મેઈન બજાર પાસે વસંતભાઈ મોહનભાઈ પાણખાણીયા (ઉ.વ.51) (રહે, વાડોત્રા ગામ, મેઈનબજાર પાસે તા. રાણાવાવ, જિ. પોરબંદર મૂળ ગામ રાણાવાવ હોળી ચકલા જિ. પોરબંદર) કોઈપણ જાતની લાયકાત વગર ડોકટર તરીકે મેડિકલ પ્રેકટીસ કરી દવાઓ આપે છે જેથી તેના કબ્જામાંથી અલગ અલગ જાતની કેપ્સૂલ તથા ઈન્જેકશનો વગેરે દવાઓ તથા મેડિકલ તપાસણીના સાધનો મળી કુલ કિંમત રૂપિયા 61,256 મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


  • Follow us on: