- બલ્ક ડ્રગ પ્રોડક્ટ મંગાવી ચુકવણી માટે આપેલો ચેક બાઉન્સ થયો
- મુંબઇના બ અને દેરાદૂનના એક વેપારી સામે ફરિયાદ
- બેન્કમાં પૂરતું બેલેન્સ નહી હોવાથી ચેક બાઉન્સ થયો હતો
અંક્લેશ્વરના ઉદ્યોગકાર સાથે રૂ. 96 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં 3 વેપારીઓએ બલ્ક ડ્રગ પ્રોડક્ટ મંગાવી ચુકવણી માટે આપેલ ચેક બાઉન્સ થતાં અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે. મળતી માહિતી અનુસાર, અંક્લેશ્વરના ઉદ્યોગકાર પાસે મુંબઈના 2 અને દહેરાદૂનના એક મળી 3 વેપારીઓએ બલ્ક ડ્રગ પ્રોડક્ટ મંગાવી ચુકવણી માટે આપેલ ચેક બાઉન્સ થતાં રૂ. 96 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ GIDC પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અંક્લેશ્વર GIDCની વંદના કેમીકલ્સના માલિક જગદીશ પટેલે GIDC પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ થાણે-મુંબઈના શુભમ એન્ટરપ્રાઈઝના લલીત રામપાલ શર્માએ તેઓ પાસેથી અલગ-અલગ પ્રોડક્ટનો બલ્ક ડ્રગ માલ મંગાવી 25,35,525 રૂપિયાનો ચેક કુરીયર મારફ્તે મોકલાવી આપ્યો હતો. જોકે, બેન્કમાં પૂરતું બેલેન્સ નહી હોવાથી ચેક બાઉન્સ થયો હતો.










