• ડભાણથી આણંદ જઈ રહેલ કારે પલટી મારી
  • ઓવરસ્પિડ કારે લોખંડની રેલિંગ તોડી પલટી ગઈ
  • કારમાં સવાર આણંદના ત્રણે યુવકો સારવાર હેઠળ

નડિયાદમાં NH48 પર ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં ડભાણથી આણંદ જઈ રહેલ કારે પલટી મારી હતી. તેમાં ઓવરસ્પિડ કાર લોખંડની રેલિંગ તોડી પલટી ગઈ હતી. કારમાં સવાર આણંદના ત્રણે યુવકો સારવાર હેઠળ છે. જેમાં અકસ્માતમાં નડિયાદ રૂરલ પોલીસની બેદરકારી સામે આવી છે.

ઘટનાના કલાકો બાદ પણ યોગ્ય તપાસ થઇ નથી

[[$googlead]]

ઘટનાના કલાકો બાદ પણ યોગ્ય તપાસ થઇ નથી. જેમાં પ્રત્યક્ષદર્શીઓનો કાર સગીર હંકારતો હોવાનો આરોપ છે. પીપલગ ચોકડી પાસે હાઇવે નંબર 48 પર ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં ડભાણથી આણંદ જઈ રહેલ કાર કાબુ ગુમાવી પલટી ગઇ હતી. પૂરપાટ ઝડપે આવી રહેલ કારે કાબુ ગુમાવી હાઇવેની લોખંડની રેલિંગ તોડી સર્વિસ રોડ ઉપર પલટી ગઈ હતી. કારમાં આણંદના ત્રણથી ચાર યુવકો સવાર હતા. તેમાં ઘાયલ યુવકોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

[[$alsoread]]

ઘટનાના ચાર કલાક બાદ પણ નડિયાદ રૂરલ પોલીસ અજાણ

જેમાંથી એક યુવકને ગંભીર ઈજા પહોંચતા હાથમાં ફ્રેક્ચર થયું છે. તેમજ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કિશોર કાર ચલાવતો હતો. તેમાં કિશોર પાસે લાઇસન્સ હતું કે નહીં તે તપાસનો વિષય છે. તથા ઘટનાના ચાર કલાક બાદ પણ નડિયાદ રૂરલ પોલીસ અજાણ છે. 

  • Follow us on: