• અંબાજીમાં ગ્રા.પંની કચેરીનો ચોરીનો ભેદ ઉકેલાયો
  • પોલીસે રાજસ્થાનથી 1 આરોપીને ઝડપ્યો
  • ગ્રામ પંચાયત કચેરીમાં 1,17,000ની ચોરી કરી હતી

બનાસકાંઠાના અંબાજીમાં ગ્રામ પંચાયતની થોડા દિવસ પહેલા તાળુ તોડીને ચોરી થઈ હોવાની ઘટના બની હતી,જેમાં તસ્કરોએ કોમ્પ્યુટર ,મશીનરી, ઝેરોક્ષ મશીન, સીપીયુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા,ત્યારે પોલીસે આ ઘટનામા ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ કરી હતી.જેમાં પોલીસે રાજસ્થાનથી એક આરોપીની ધરપકડ કરી છે,તો અન્ય ત્રણ આરોપીઓ હજી પણ ફરાર છે.

ગ્રામ પંચાયતમાં કરી હતી ચોરી

[[$googlead]]

અંબાજી ગ્રામ પંચાયતમાં થોડા દિવસ પહેલા ચોરીની ઘટના બની હતી જેમાં પોલીસે એક આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી છે.આ ચોરી કુલ ચાર આરોપીઓ દ્રારા કરવામાં આવી છે જેમાં ત્રણ આરોપીઓ હજી ફરાર છે,ગ્રામ પંચાયતની કચેરીનું તાળુ તોડીને આ ચોરી કરાઈ હતી,કચેરીમાં રહેલ કોમ્પ્યુટર ,મશીનરી,લેમિનેશન મશીન, ઝેરોક્ષ મશીન, સીપીયુ, મોનિટરની ચોરી કરવામાં આવી હતી.પાનસા ગ્રામ પંચાયતમાં આ ચોરી થઈ હતી અને પોલીસે 1,17,000ની ચોરીને ભેદ ઉકેલ્યો છે.

[[$alsoread]]

આરોપીઓએ અગાઉ પણ કરી છે ચોરી

પોલીસની તપાસમાં અનેક ગુનાઓ આરોપીએ કબૂલ્યા છે,આરોપીઓ બેકાર હોવાથી કઈ કામ નથી જેના કારણે ચોરીના રવાડે ચઢયા છે,ત્યારે પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે,અંબાજીથી રાજસ્થાન નજીક પડતુ હોવાથી આરોપીઓ દ્રારા રાજસ્થાનમાંથી બનાસકાંઠા વિસ્તારમાં ચોરી કરવા માટે આવતા હતા અને ચોરી કરીને રાજસ્થાન જતા રહેતા હતા,પોલીસે ધરપકડ બાદ આરોપીઓએ અનેક ચોરીઓ કરી હોવાનું કબૂલ્યું છે.

રાજસ્થાનમાંથી આરોપીઓ ચોરી કરવા આવે છે

બનાસકાંઠા જિલ્લાને અડીને રાજસ્થાન આવેલુ છે અને આરોપીઓ રાતના સમયે બનસકાંઠાની નજીક ચોરી કરી રાત્રે ને રાત્રે રાજસ્થાનમાં પ્રવેશ કરે છે એટલે પોલીસને કોઈ શંકા ના જાય પરંતુ પોલીસ પણ બાતમીદારોની મદદથી ચોરીને ભેદ ઉકેલતી હોય છે,ત્યારે રાજસ્થાન બોર્ડર અને ગુજરાત બોર્ડર પર રાત્રીના સમયે પોલીસ ચેકિંગ વધારવામાં આવે તો આવા આરોપીઓ ઝડપાઈ શકે છે.

 

  • Follow us on: