રાજકોટમાં બહારનું ખાતા પહેલા ચેતજો કેમકે,હોટેલ સરોવર પોર્ટિકોની છાશમાંથી ઇયળ નિકળી છે,ગ્રાહકે હોટલ સ્ટાફને ફરિયાદ કરી હતી પરંતુ સ્ટાફને ફરિયાદ કરતા સ્ટાફે ફરિયાદ ધ્યાને ન લીધી તેમજ ગ્રાહકે છાશમાં ઇયળ હોવાનો વીડિયો વાયરલ કરી કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરી હતી.જૈનિશ કડેચા નામના વ્યક્તિ સેમિનાર અટેન્ડ કરવા ગયા હતા.

[[$googlead]]

ફૂડ વિભાગે હાથધરી તપાસ
સમગ્ર કેસમાં ફૂડ વિભાગે તપાસ હાથધરી છે અને હોટલમાં તપાસ પણ હાથધરી છે,ત્યારે કોર્પોરેશનનું ફૂડ વિભાગ આ મામલે પગલા ભરે છે કે નહી તે જોવાનું રહ્યું,ત્યારે આ હોટલ રાજકોટની પ્રખ્યાત હોટલ છે,ત્યારે આવા કિસ્સા અવાર-નવાર બનતા હોય છે.

ખાદ્ય વસ્તુઓ સામે ઉભા થયા સવાલો
છેલ્લા કેટલાય દિવસોથી દેશમાં એક અલગ જ સમસ્યા ઊભી થઈ છે. લોકોને ખાદ્ય પદાર્થોમાં એવી વસ્તુઓ મળી રહી છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે અને ખાદ્ય સુરક્ષા પર સવાલો ઉભા કરી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં, દેશના વિવિધ ભાગોમાંથી લોકોને ખાદ્ય ચીજોમાં સાપ, કાપેલી આંગળી અને બ્લેડ જ્યારે 19મી જૂને તો ગુજરાતના જામનગરમાં વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવ્યો હતો. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, લોકોના જીવ સાથે આ કેવા પ્રકારની રમત રમાઈ રહી છે?

ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવતી સંસ્થાની
જે માટે આ તંત્ર ધ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન,2011ના શિડ્યુલ -IV મુજબની હાયજીન એન્ડ સેનીટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટીસ આપવામાં આવે છે.જો આ નોટીસની સુચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે અને ફુડ સેફ્ટી કાયદાની કલમ-૫૬ હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે. તૈયાર ખોરાકમાં જીવ જંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેંટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવ જંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇજ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે.

ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી
ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ [email protected] પર ફરિયાદ નોંધાવી શકાય છે.

છેલ્લા મહિનાઓમાં અનેક ઘટનાઓ બની
ડિજિટલાઈજેશન બાદ લોકો ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ પરથી વધુ ફૂડ આઈટમ ઓર્ડર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો. આવી સ્થિતિમાં લોકોને તૈયાર ખોરાક પૂરો પાડતી કંપનીઓ દાવો કરે છે કે તેઓ ખાધ્ય સુરક્ષાને લઈને ખૂબ જ જાગૃત છે. તેમ છતાંય છેલ્લા ઘણા દિવસોમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવા કિસ્સાઓ સામે આવ્યા છે જે ખાદ્ય સુરક્ષાના આ દાવાઓને નિષ્ફળ ગણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં શું ખાવું અને શું મંગાવવું તેને લઈને લોકોમાં મુંઝવણ ઉભી થઈ છે.
  • Follow us on: