• ઇન્ટર ક્લાસીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમતી વખતે મોત
  • 30 વર્ષીય પ્રોફેસરનું ક્રિકેટ રમતા રમતા થયું મોત
  • સારવાર મળે તે પહેલા જ પ્રોફેસર ઋષભ શાહનું મોત

રાજ્યમાં સતત હાર્ટ એટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. જેમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકની ઘટના વધી રહી છે. આ વચ્ચે સુરતના બારડોલીમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાનના મોતથી ચકચાર મચી ગઈ છે. બારડોલીના માલિબા કોલેજના 30 વર્ષીય પ્રોફેસરનું હાર્ટ એટેક થી મોત થયું છે.

આ અંગેની માહિતી અનુસાર, સુરતના બારડોલી માલિબા કોલેજમાં ક્રિકેટ રમતી વખતે પ્રોફેસર ઋષભ શાહને હૃદય હુમલો આવ્યો હતો. તેઓ ઇન્ટર ક્લાસીસ ક્રિકેટ ટુર્નામેટમાં ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન ક્રિકેટ રમતી વખતે ગ્રાઉન્ડ પર જ હાર્ટ એટેક આવ્યો હતો. જે પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ તેમને તાત્કાલિક સારવાર મળે તે પહેલાં જ રસ્તામાં પ્રોફેસરે જીવ ગુમાવ્યો હતો. ઋષભ શાહ માલિબા કોલેજના બાયોટેક ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેઓ મૂળ માંડવીના રહેવાશી હતી. અચાનક આવેલા હાર્ટ એટેકના કારણે પરિવાર અને કોલેજના લોકોમાં શોક પ્રસરી ગયું છે.

તેમજ સતત હાર્ટ એટેકના કિસ્સાઓ વધવાના કારણે સો કોઈ ચિંતિત છે. જ્યારે સરકાર દ્વારા પણ કેટલીક સૂચના આપવામાં આવી છે. જેમાં લોકોને પોતાના હૃદયની વિશેષ કાળજી રાખવા માટે પણ આરોગ્ય વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.


  • Follow us on: