ગુજરાતમાં જાહેર સ્ટેજ મારામારીની ઘટના સામાન્ય બની ગઈ છે. અનેક વખત આવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે કે, જાહેર સ્ટેજ પર એકબીજા પર લાફાબાજી, મારામારી અને બોલાચાલી...ત્યારે હવે કચ્છના નખત્રાણામાં ફરી એકવાર આવી જ ઘટના બની છે. સમૂહલગ્ન પ્રસંગમાં મહંત પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી જવા પામ્યો છે.


[[$googlead]]

કચ્છના નખત્રાણામાં મહંત પર હુમલા મુદ્દે ફરિયાદ

નખત્રાણા તાલુકાના નાગલપર ફાટક પાસે ગુરુ ગરવા સમાજ દ્વારા આયોજિત 18મા સમૂહલગ્ન પ્રસંગમાં મહંત પર જીવલેણ હુમલો થયો હતો. હજારોની ભીડ વચ્ચે 7 લોકોએ મહંત પર હુમલો જીવલેણ હુમલો કર્યો હતો. હત્યાના આ પ્રયાસનો વીડિયો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. જેમાં મુખ્‍ય સૂત્રધાર તરીકે માંડવીના શેરડી ગામના એડવોકેટ રમણિક શાંતિલાલ ગરવા સહિત 7 શખ્સો સામે નખત્રાણા પોલીસમાં ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. કુકમા ખાતે આવેલા ત્રિકમ સાહેબ આશ્રમના મહંત રામગીરીબાપુ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

[[$alsoread]]

હુમલો કરનાર સામે આરોપીઓ સામે ફરિયાદ

પ્રાપ્ત થતી માહિતી અનુસાર, કોઈ સામાજિક બાબતનું મનદુઃખ થતાં મહંત પર જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ હુમલા બાદ મુખ્‍ય સૂત્રધાર તરીકે માંડવીના શેરડી ગામના એડવોકેટ રમણિક શાંતિલાલ ગરવા સહિત 7 શખ્સો સામે નખત્રાણા પોલીસમાં ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. સાથે જ વિશાલ ગરવા, ભરત ગરવા, ભદ્રેશ ગરવા, દીપક ગરવા, પ્રકાશ ગરવા અને ધવલ દવે સામે પોલીસ ફરિયાદ થઈ છે.

પ્રાથમિક વિગત પ્રમાણે સામાજિક બાબતના મનદુઃખને લઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટના બાદ મુખ્ય સુત્રધાર રમણીક ગરવા સહિત 7 શખ્સો સામે હત્યાના પ્રયાસ અંગેની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વિશાલ ગરવા, દીપક ગરવા, પ્રકાશ ગરવા, ભરત ગરવા, ભદ્રેશ ગરવા અને ધવલ દવે સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે


  • Follow us on: