• ધર્મેન્દ્રસિંહ ઝાલા વઘાસિયા ગામના વર્તમાન સરપંચ
  • તા.પ.ના પૂર્વ પ્રમુખના પતિ અને ભાજપના આગેવાન
  • વાંકાનેર સિટી પો.સ્ટે.માં નામજોગ ફરિયાદ નોંધાઈ

મોરબીમાં નકલી ટોલનાકા મુદ્દે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. જેના મામલે રાજ્ય સરકારે સમગ્ર મામલે અહેવાલ મંગાવ્યો છે. જેની સાથે જ 5 અધિકારીઓની ટીમ પણ તપાસમાં લાગી છે. જેમાં DySP, પ્રાંત અધિકારી સહિતની ટીમ તપાસ કરી રહી છે. આ વચ્ચે વાંકાનેરના વઘાસિયા ટોલનાકા મુદ્દે ફરિયાદ નોંધાય છે. જેની સાથે જ તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે.

આ મામલે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ભાજપના આગેવાન ધર્મેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાય છે. જેઓ વઘાસિયા ગામના વર્તમાન સરપંચ છે. તેમજ તા.પ.ના પૂર્વ પ્રમુખના પતિ અને ભાજપના આગેવાન સામે આ ઉપરાંત વાંકાનેર સિટી પો.સ્ટે.માં નામજોગ ફરિયાદ નોંધાઈ છે. જેની સાથે જ 5 શખ્સ સામે નામજોગ અને અજાણ્યા શખ્સો સામે FIR દાખલ કરવામાં આવી છે. જ્યારે વ્હાઇટ હાઉસ સિરામિક કંપનીના માલિક સામે ફરિયાદ દાખલ થઈ છે.

[[$googlead]]

નકલી ટોલનાકા મામલે વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ ઝાલા સામે ફરિયાદ થઈ છે. જેની સાથે જ ધર્મેન્દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા સામે ફરિયાદ થઈ છે. જ્યારે અન્ય અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તો પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે. જેમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

[[$alsoread]]


વાંકાનેર સીટી પોલીસે સરકાર તરફ થી FIR નોંધવાની તજવીજ કરી શરૂ છે. જ્યારે નેશનલ હાઈ વે ઓર્થોરિટી દ્વારા સેફ વે કંપનીને કોન્ટ્રાકટ આપ્યો અને સેફ વે કંપનીએ TBR કંપનીને પેટા કોન્ટ્રાકટ આપ્યો હોવા સામે આવ્યું છે. જેમાં પોલીસ નામ જોગ પાંચ થી છ શખ્સો સામે ફરિયાદ નોંધી શકે છે.

મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકુ ઝડપાયું છે. જેમાં દોઢ વર્ષથી નકલી ટોલનાકુ ચાલતુ હોવાનો દાવો છે. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ગોરખધંધો ચાલતો હતો. જેમાં ટોલનાકુ ઉભુ કરી કરોડોની ઉઘરાણી કર્યાનો આક્ષેપ છે. બંધ સીરામીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકુ ચલાવતા હતા.

એટલું જ નહીં આ ટોલનાકા પર ફોર વ્હીલના રૂપિયા 50, નાના ટ્રકના 100 રૂપિયા ઉઘરાવતા હતા. આ મામલે નિવૃત્ત આર્મીમેન ગણાવતા રવિ નામના વ્યક્તિ સામે આરોપ છે. જ્યારે અધિકારીઓએ યુનિટના માલિકને નોટિસ આપી છે. મોરબીના વાંકાનેરમાં છેલ્લા દોઢ વર્ષથી નકલી ટોલનાકુ ચાલતું હોવાનાં આક્ષેપ સાથે એક વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકુ બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાં આ ગોરખધંધો ચાલતો હોવાનો આક્ષેપ છે.

  • Follow us on: