- તું મારા પૈસા અને વ્યાજ ચૂકવી દેજે નહીં તો તને અને તારા દીકરાને પતાવી દેવાની ધમકી આપ્યાની રાવ
- નવાણીયા ગામના ચંદુ મશરુભાઇ કોરડીયા પાસેથી કટકે કટકે 10.50 લાખ રૂપિયાની રકમ લીધી હતી
- એકાદ વર્ષથી ધંધામાં મંદી આવતા વ્યાજની રકમ નહીં ચૂકવી શકતા આરોપીએ ઘરે આવી કડક ઉઘરાણી ચાલુ કરી હતી
સાયલાના મૂળી દરવાજા બહાર રહેતા લવજીભાઇ કલ્યાણભાઇ સભાણીને સામાજિક કામ અર્થે પૈસાની જરુર ઉભી થતા તેમણે ત્રણેક વર્ષ અગાઉ નવાણીયા ગામના ચંદુ મશરુભાઇ કોરડીયા પાસેથી કટકે કટકે 10.50 લાખ રૂપિયાની રકમ લીધી હતી.
આ રકમનું ચંદુ કોરડીયા 10 ટકા જેટલું ઉંચુ વ્યાજ પણ વસુલતો હતો.ફરિયાદી દર મહીને વ્યાજ પેટે રૂ.55,000 ચૂકવતા હતા. પરંતુ એકાદ વર્ષથી ધંધામાં મંદી આવતા વ્યાજની રકમ નહીં ચૂકવી શકતા આરોપીએ ઘરે આવી કડક ઉઘરાણી ચાલુ કરી હતી. બે દિવસ પહેલા આરોપી ચંદુએ લવજીભાઇના ઘરે જઇ તું મારા પૈસા તથા વ્યાજ ચાર, પાંચ દિવસમાં ચુકવી દે જે નહીં તો તને તથા તારા દિકરાને પતાવી દેવાની ધમકી આપી જતો રહ્યો હતો. ફરિયાદીએ સાયલાના ભુપત પરમાર પાસેથી પણ બે વર્ષ પહેલા 1.43 લાખ 6 ટકા વ્યાજે લીધા હતા. તે રકમનું વ્યાજ આઠેક મહીનાથી ચૂકવી નહીં શકતા આરોપી ભુપતે ઘરે આવી ધમકીઓ આપી હતી.










