આ કામે હકીકત એવી છે કે આ કામના ફરીયાદી વિરૂધ્ધમાં ચાંદખેડા પો.સ્ટે. ખાતે દાખલ થયેલ પ્રોહીબીશનના ગુનામાં ફરીયાદીને વોન્ટેડ બતાવેલ હોય જેથી ફરીયાદીને તે ગુનામાં રજુ કરવા તેમજ પાસા નહી કરવાના કામે આરોપી નં.૧ નાએ ફરીયાદી પાસે રૂ.૫,૩૦,૦૦૦/- ની લાંચની માંગણી કરતા ફરીયાદીએ હાલમાં પોતાની પાસે રૂ.૨,૦૦,૦૦૦/- ની વ્યવસ્થા હોય તેમજ બાકીના પૈસા પછીથી આપવા જણાવતા આરોપી નં.૧ નાએ લાંચની રકમ આપવા ફરીયાદીને આજરોજ ઉપરોક્ત જગ્યાએ બોલાવેલ અને લાંચના છટકા દરમિયાન આ કામના આરોપી નં.૧ ના કહેવાથી આરોપી નં.૨ નાએ ફરીયાદી પાસેથી રૂ.૨,૦૦,૦૦૦/- લાંચ તરીકે સ્વિકારી આરોપી નં.૨ લાંચના છટકા દરમિયાન પકડાઇ જઇ તથા આરોપી નં.૧ લાંચના છટકા દરમિયાન મળી નહી આવી બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરેલ છે.
ફરીયાદી:
એક જાગૃત નાગરીક
આરોપી નં.1
અ.પો.કો.રજનીશ હરીભાઇ નોકરી : ચાંદખેડા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર
આરોપી નં.2
મીતુલ ઉર્ફે મોન્ટુ રાજુભાઇ ગોહીલ ઉ.વ.૨૬ ધંધો: નોકરી રહે,૨૧૫/૧૧૭૦, ગાયત્રી નગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ચાંદખેડા, અમદાવાદ
ટ્રેપની તારીખ
૦૨/૦૪/૨૦૨૫
લાંચની માંગણીની રકમ
રૂ.૨,૦૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ
રૂ.૨,૦૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :
રૂ.૨,૦૦,૦૦૦/-
ટ્રેપનુ સ્થળ
કાન્હા રેસ્ટોરેન્ટ આગળ ખુલ્લી જગ્યામાં, ન્યુ સી.જી.રોડ ચારા રસ્તા, ચાંદખેડા, અમદાવાદ.
ટ્રેપિંગ અધિકારી:
આર.આઇ.પરમાર, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી
કે.બી. ચુડાસમા,
મદદનિશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ.









