- ઇન્દોરમાં યોજાયેલી પેરા નેશનલ રેન્કિંગ
- અગાઉ ઇન્ટરનેશનલ અને નેશનલનાં રેકોર્ડ બ્રેક કરેલા
- શ્રીમતી સંગીતા સુતરીયા પાંચ મેડલ જીત્યા છે
ઇન્દોરમાં આયોજિત પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023-24 માં ભાવનગરનાં દંપતી અલ્પેશ સુતરીયા અને શ્રીમતી સંગીતા સુતરીયા પાંચ મેડલ જીત્યા છે.
ઈન્દોરમાં યોજાયેલ પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2023-24 માં અલ્પેશ સુતરીયા બ્રોન્સ મેડલ સિંગલ ઇવેન્ટ ક્લાસ વન ડબલ્સ સિલ્વર મેડલ અને સંગીતા સુતરીયા સિંગલ્સ ઈવેન્ટમાં સિલ્વર મેડલ ડબલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મિક્સ ડબલમાં સિલ્વર મેડલ એમ ટોટલ અલ્પેશ સુતરીયા અને શ્રીમતી સંગીતા સુતરીયા એ પાંચ મેડલ મેળવેલ છે. જે ગુજરાત અને ભાવનગરનું ગૌરવ છે. આ પહેલા બે વાર ઇન્ટરનેશનલ અને નેશનલનાં રેકોર્ડ બ્રેક કરેલ છે.










