- વીજ કનેક્શન રીપેર કરવા ગ્રાહકે અધિકારીને કરી જાણ
- 5 દિવસથી ફાર્મ હાઉસમાં લાઇટો બંધ રહેતા હાલાકી
- સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
વડોદરાના જાંબુઆ નજીક વીજળીના ધાંધિયાથી ગ્રાહકો હેરાન છે.જાંબુઆ નજીકના ગામમાં છેલ્લા 5 દિવસથી વીજળી ન હોવાનો સ્થાનિકે આક્ષેપ લગાવ્યો છે.સમગ્ર ઘટનામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં ગ્રાહક અધિકારીને બે હાથ જોડી વિનંતી કરી રહ્યો છે,ગ્રાહકે અધિકારીની ચેમ્બરમાં પગે લાગતા હોય તેવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે.
પાંચ દિવસથી વીજળી ગુલ
વડોદરાના જાંબુઆ નજીક છેલ્લા પાંચ દિવસથી વીજળી ગુલ થઈ છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,વારંવાર રજૂઆત છતાં GEB વીજ કનેક્શન રીપેર નથી કરતી.છેવટે ગ્રાહકે કંટાળી અધિકારી સમક્ષ પગે પડી કરી આજીજી.વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના ધાંધિયાથી ગ્રાહક પરેશાન છે.નિશાંત પટેલ નામના ગ્રાહકનો વિડીયો વાયરલ થયો છે.નિશાંત પટેલ જાંબુઆ નજીક સુંદરપુરા ગામમાં ફાર્મ હાઉસ ધરાવે છે અને છેલ્લા 5 દિવસથી ફાર્મ હાઉસમાં વીજળી નથી.

અધિકારીનુ કહેવુ છે માણસો નથી
સમગ્ર ઘટનાને વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતા હાહાકાર મચ્યો છે,ગ્રાહક નિશાંત પટેલનું કહેવું છે કે,ગામમાં પાંચ ફાર્મ હાઉસ છે અને પાંચેય ફાર્મ હાઉસમાં વીજળી નથી.અધિકારીનું કહેવું છે કે,માણસોની અછત હોવાથી હાલ વીજળીનું કામ અટકી ગયું છે,તો માણસો ફ્રી પડશે એટલે વીજળીનું કામ શરૂ કરવામાં આવશે.
એક મહિના અગાઉ પણ વીજળીને લઈ સ્થાનિકોએ કર્યો હતો હોબાળો
શહેરના સન ફાર્મા રોડ પર છેલ્લા 10 દિવસથી રોજ રાત્રે 10 વાગ્યે વીજળી ગુલ થાય છે અને સવારે ત્રણ વાગ્યે વીજ પુરવઠો ચાલુ થાય છે. આમ રોજ અહીંની સેંકડો સોસાયટીઓના લોકોની ઉંઘ એમજીવીસીએલના કારણે હરામ થઈ ગઈ હતી. વીજ કંપનીના અકોટાના સબ ડિવિઝન ખાતે છેલ્લા ત્રણ દિવસથી મધરાતે રજૂઆત કરીને થાકી ગયેલા લોકો આજે વીજ કંપનીની રેસકોર્સ ખાતે આવેલી કોર્પોરેટ ઓફિસ પર પહોંચ્યા હતા.

ગઈકાલે ગોંડલમાં વીજળીને લઈ સ્થાનિકોનો હોબાળો
ગોંડલ શહેરમાં ચોમાસા પહેલા PGVCL દ્વારા ઠેર ઠેર પ્રી-મોન્સૂનની કામગીરીના લીરે લીરા ઉડયા છે. ગોંડલ ભોજરાજપરા વિસ્તારમાં વારંવાર લો વોલ્ટેજ અને લાઈટ ગુલ થવાના કારણે મહિલાઓ રોષે ભરાઇ હતી અને PGVCL કચેરીનો ઘેરાવ કરી લેખિત રજૂઆત કરી PGVCLના અધિકરીઓ ને આડે હાથ લીધા હતા. ગઈ કાલે રાત્રે 8 વાગ્યે ગુલ થયેલ લાઈટ સવારે 4 વાગ્યે લોકો અકળાયા હતા આગામી 3 દિવસમાં ફોલ્ટ રીપેરીંગ નહિ થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપી હતી









