- એક મહિનાની લાંબી સારવાર બાદ દીકરીને સ્વસ્થ થતા રજા અપાઈ
- દીકરીને 20 દિવસ સુધી આઈ.સી.યુ માં રાખવામાં આવી હતી
- દીકરીના પિતા એ ડોક્ટર સહિત નર્સિંગ સ્ટાફ્ આભાર વ્યકત કર્યો
20 દિવસ સુધી આઈ.સી.યુ માં રાખવામાં આવેલી પાલનપુર તાલુકાના ટોકરીયા ગામની તેજલ પ્રજાપતીને મોતના મુખમાંથી બચાવવામાં લેવામાં આવી છે.. શરદી, ઉધરસ, તાવ જેવી બીમારીઓ લગભગ સામાન્ય થઈ ગઇ હોય એવું માની લોકો તેના પ્રત્યે બેદરકારી દાખવતા હોય છે. આ બેદરકારી કેવું ગંભીર પરિણામ લાવી શકે છે એનો એક કેસ પાલનપુર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળ્યો છે. જેમાં એકાદ મહિના અગાઉ ટોકરીયા ગામની 17 વર્ષની તેજલ પ્રજાપતિને સમાન્ય તાવ આવવો, શ્વાસ ચડવો , વજન ધટી જવું, આખા શરીર ઉપર સોજા આવવા જેવી બીમારીઓથી પીડિત હોવાથી પોતાના ગામના નજીકની હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
પરંતુ બીમારી કાબુમાં ના આવતા ત્યાંના સ્થાનિક તબીબે સિવિલ હોસ્પિટલ ખાતે જવા જણાવ્યું હતું જેના લીધે પરિવારે ગત તારીખ 5 ઓક્ટોમ્બરના રોજ તેજલ બેનને પાલનપુર ખાતે આવેલ બનાસકાંઠા જિલ્લાના સાડા પાંચ લાખ પશુપાલકોના આર્થિક સહયોગથી નિર્માણ પામેલી પશુપાલકોની પોતાની માલિકીની એકમાત્ર બનાસ મેડિકલ કોલેજ સંચાલિત સિવિલ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે આવેલ ઇમરજન્સી ટ્રોમા સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર સ્ટાફ્ દ્વારા તેજલબેનના જરૂરી રીપોર્ટ કરવામાં આવ્યા હતા.જેમાં એક્સરે, સીટીસ્કેન, ઇસીજી, એચ.આઈ.વી સહિતના રીપોર્ટ કરવામાં આવતા ફેફ્સાનું ટી.બી હોવાનું જાણવા મળતા તાત્કાલીન ટી.બી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ દસ દિવસની લાંબી સારવાર પછી તેઓને આઈ.સી.યુ વોર્ડ ખાતે લઈ જવાયા હતા. જેમાં ફેફ્સામાં ઇન્ફેકશન વધવાથી ન્યૂમોનિયા થયો હતો અને ફેફ્સામાં પ્રવાહી પદાર્થ ભરાઈ જવાના કારણે ત્યાં સોજો પણ થઈ ગયો હતો. જેના કારણે ખાંસી, કફ્ અને તાવ જેવી બીમારીઓ થતી હતી. આખા શરીર ઉપર સોજા આવી જતા હતા તેમજ ભારે ઉધરસ કે શ્વાસ લેવામાં અત્યંત તકલીફ્નો સામનો પણ કરવો પડતો હતો.જેના લીધે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ સુનીલભાઈ જોશીના માર્ગદર્શન થકી રેસ્પીરેટરી મેડિસીન વિભાગના વડા ડૉ. બ્રિજેશ ચોહાણ તથા ડૉ મનીષા નીનામા, ડૉ મંજુલા મકવાણા, ડૉ કૃતાર્થ ચોહાણ, ડૉ મિતલ આંન્ટીયા સહિત ડોક્ટર સ્ટાફ્ દ્વારા ટી.બી.ની દવાઓ, બ્લડ પ્રેસર વધારવાના ઈન્જેકશનો તેમજ ત્રણ બોટલ જેટલું બ્લડ ચડાવવામાં આવ્યું હતું. જે બાદ પાંચ થી સાત હજારના મોંઘા અલ્બુમીનના ભારે ઇન્જેક્શનો આપવામાં આવ્યા હતા. તેમજ જમણી બાજુના ફેફ્સામાં નળી નાંખી પાણી બહાર કાઢવામાં આવ્યું હતું.










