રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે. એક તરફ શહેરમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ ડામરનો રોડ બનાવવામાં આવી રહ્યો છે. વાવડીમાં ચાલુ વરસાદે રોડની કામગીરી જોવા મળતા લોકમુખે અનેક સવાલો થઈ રહ્યા છે.


રાજકોટમાં ચાલુ વરસાદમાં ડામરનો રોડ બનાવ્યો

રાજકોટમાં તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે. વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદમાં ડામર રોડ બનાવામાં આવી રહ્યો છે. ચાલુ વરસાદમાં ડામરનો બનાવવાથી તંત્રની કામગીરી અંગે સવાલો થયા છે. સાથે જ નવા ડામર રોડની ગુણવત્તા કેટલી રહેશે અનેક સવાલો ઉઠ્યા છે. ચાલુ વરસાદે ડામરના રોડની કામગીરીનો લોકોએ વિડિયો વાઇરલ કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક તરફ મજૂરો ડામરનો રોડ બનાવી રહ્યા છે તો બીજી તરફ ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

રાજકોટ શહેર બાદ ગ્રામ્યમાં પણ વરસાદ

તમને જણાવી દઈએ કે, રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના લોધિકા ખાતે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ હતો. અસહ્ય ગરમી બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં વાવણીની આશા જાગી હતી. સાથે જ રાજકોટમાં વરસાદના કારણે ગામમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી.


  • Follow us on: