- બેસતાવર્ષે અભિવાદન અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
- ગામ સમક્ષ હિસાબ વાંચી ઘેર-ઘરે પત્રિકાઓ પણ પહોંચતી કરાઈ
- તેજસ્વી વિદ્યાર્થી, સરપંચ સહિત રિટાયર્ડ કર્મીઓનું સન્માન કરાયું
હારીજ તાલુકાના અડીયા ગામે બેસતા વર્ષના રોજ રાત્રીના 8 વાગ્યાના સમયે અભિવાદન અને આભારદર્શન સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં ગામના જે યુવાનોએ છેલ્લા પાંચ વર્ષમાં સરકારી નોકરી મેળવી છે. અને છેલ્લા પાંચ વર્ષમાં વય મર્યાદાના કારણે નિવૃત થતાં તમામ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામપંચાયત દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કરાયેલા રૂ.1.92 કરોડના ખર્ચે કરેલા વિકાસના કામોની ડોક્યુમેન્ટી ફિલ્મ એલઈડી સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યું અને 1.92 કરોડનો હિસાબ તૈયાર કરી ગામની સમક્ષ વાંચી ઘેર-ઘેર હિસાબનું કાગળ પહોંચતું કરવામાં આવ્યું હતું.
અડીયા ગ્રામ પંચાયતની ઉપલબ્ધી વિશે ગામમાં શૈચાલય, સીસીડીવી કેમેરા, આખા ગામમાં એનાઉન્સમેન્ટ માટે 35 સ્પીકર, બસસ્ટેશન પાસે આર ઓ પ્લાન્ટ, ગામમાં એલોજન લાઈટ, સ્નાનધાટ, નવીન પંચાયત ધર, સ્વચ્છતા માટે બે ટ્રોલી, વીજળી માટે ર ડીપી, પાણીના સોલ્યુસન માટે વાલ્વ સીસ્ટમ, ગામમાં પાણીનો પ્રશ્ન હલ કરવા માટે બોર મીઠાં પાણીનું સંયુક્ત કનેક્સન, નવીન ટયુબવેલ, સંપ, આખા ગામમાં 85 ટકા વિસ્તારમાં નવી પાઈપ લાઈન, આખા ગામમાં ગટરની વ્યવસ્થા, ગામના ચોકમાં તમામ જગ્યા ઉપર રોડ, અન્ય સમગ્ર ગામની અંદર શેરી મહોલ્લામાં નવીન રોડ બનાવાયા છે. જેનો ચોખ્ખો હિસાબ ગામના લોકોને આપવામાં આવ્યો છે. ઘરે-ઘરે પાંચ વર્ષિય હિસાબ પહોંચતો કરવામાં આવ્યો છે.










