ગુજરાતમાં રોજ બરોજ અકસ્માતની ઘણી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગાંધીનગરના દહેગામમાં કાર ચાલકે નશો કરીને કાર હંકારતા અકસ્માતની ઘટના બની હતી,જેમાં દંપતિનું ઘટના સ્થળે મોત થયું હતુ,અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,ત્યારે અન્ય વાહનોને પણ નુકસાન થયું છે.
રફ્તારના રાક્ષસે દંપત્તિનો જીવ લીધો
દહેગામ-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં 2ના મોત થયા છે જેમાં દંપતિનું મોત થયું છે,દારૂના નશામાં ફુલ સ્પીડમાં કાર ચલાવીને અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે જેમાં વડોદરાના દંપતિનું ઘટના સ્થળે મોત થયું છે,સ્થાનિકોએ કાર ચાલકને પકડીને જાહેરમાં મેથીપાક આપ્યો હતો તો પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે,કાર ચાલકે દંપતિને તો અડફેટે લીધુ સાથે સાથે એસટી બસને પણ અડફેટે લીધી હતી જેના કારણે એસટીમાં સવાર મુસાફરોના પણ મોત થયા હતા.
દારુના નશામાં ચિક્કાર હતો કાર ચાલક
આ સમગ્ર ઘટનામાં નશામાં રહેલા તાર ચાલકે કુલ 3 લોકો સાથે અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે,તો બીજી તરફ કાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે,દંપતિના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે.પીધેલા કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા,દહેગામમાં ઉમિયા માતાના મંદિર પાસે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.તો પોલીસે આસપાસના સીસીટીવી પણ જપ્ત કર્યા છે.
ગઈકાલે પણ ટ્રકની અડફેટે મહિલાનું મોત થયું દહેગામમાં
ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે ગઈકાલે દહેગામના નહેરુ ચોકડી નજીક મોપેડ ઉપર પસાર થઈ રહેલા માતા પુત્રીને પુરઝડપે જઈ રહેલા ટ્રકે હડફેટે લીધા હતા. જે અકસ્માતની ઘટનામાં માતાનું મોત થયું હતું. આ ઘટના અંગે દહેગામ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.









