- આર્મી જવાન ટૂ વ્હિલર ઉપર જઇ રહ્યાં હતા
- ડમ્પર ચાલક તાંદલજા રેતી ખાલી કરીને બોડેલી રેતી ભરવા જતો હતો
- ડમ્પર ચાલક નિલેશ પટેલ (રહે હેતમપુરા)ની અટકાયત કરી હતી
શહેરના સ્પંદન સર્કલ પાસેથી સોમવારે બપોરે ટુ વ્હીલર ઉપર પસાર થતા બે આર્મી જવાનને ડમ્પર ચાલકે અડફેટમાં લેતા એક આર્મી જવાનનું ઘટના સ્થળેજ મોત નિપજયુ હતુ. જયારે અન્ય આર્મી જવાનને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મકરપુરા આર્મી કેમ્પસમાં રહેતા અમિતકુમાર સુરેન્દ્રપ્રતાપ સિંગ (ઉ.વ. 35) અને પ્રતાપચંદ્ર.બી. બહેરા (ઉ.વ.39) આર્મીમાં ફરજ બજાવે છે. દાંડિયાબજાર ટેકનોલોજી ફેકલ્ટીમાં ગ્દઝ્રઝ્રમાં તેઓ હાલમાં ફરજ બજાવે છે. સોમવારે બપોરે અમિતકુમાર અને પ્રતાપચંદ્ર એકટીવા ઉપર મકરપુરા આર્મી કેમ્પની કેન્ટીનમાં જમવા માટે નીકળ્યા હતા. દરમિયાનમાં તેઓ મકરપુરા સ્પંદન સર્કલ પાસેથી પસાર થતા હતા. ત્યારે રેતીના ખાલી ડમ્પરે તેમને અડફેટમાં લીધા હતા. જેમાં અમિતકુમાર ઉપર ડમ્પરનું વ્હીલ ફરી વળતા તેનું મોત ઘટના સ્થળેજ મોત નિપજયુ હતુ. જયારે પ્રતાપચંદ્રને ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે. જયાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. માંજલપુર પોલીસે આ અંગે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.. નિલેશ રેતી ભરેલુ ડમ્પર તાંદલજામાં ખાલી કરીને પરત બોડેલી રેતી લેવા જતો હોવાનુ માંજલપુર પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રકાશમાં આવ્યુ છે.










