- કુલ ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ
- ખંભાળિયા પોલીસે દરોડો પાડીને રૂ. 21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- જેની જાણ થતાં ખંભાળીયા પોલીસને જાણ થતાં રેડ કરી હતી
સાણંદ તાલુકાનાં ઔદ્યોગિક વિસ્તાર એવા ચાંગોદર ખાતે કાલ મેધાસવ નામના આલોકહોલયુક્ત પીણાં બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. જેની જાણ થતાં ખંભાળીયા પોલીસને જાણ થતાં રેડ કરી હતી જેમાં નશાયુક્ત પીણાંની 7277 બોટલ, તૈયાર મિશ્રાણ 1000 લિટર તેમજ ઈથાઈલ કેમીકલ 840 લીટર અને એક ટ્રક મળી પોલીસે કુલ રૂા.21.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સમગ્ર મામલો એવી રીતે પ્રકાશમાં આવ્યો હતો કે તા.26 જુલાઈનાં રોજ દ્વારકા પોલીસ પેટ્રોલિંગ હતી, ત્યારે એક શંકાસ્પદ ટ્રકની તપાસ કરતા તેની અંદરથી કાલ મેધાસવ નામની દવાની 4000 બોટલો ભરેલ હતી. જેનાં બીલ અંગેની તપાસ કરતાં તે શંકાસ્પદ જણાતા દવા તથા ટ્રક કબજો કરી પોલીસે સઘન પુછપરછ હાથ ધરી હતી. જેમાં ભરત નકુમ, ચિરાગ થોભાણી, રમેશ ખાગરીયા વિગરેની પુછપરછ દરમ્યાન ચાંગોદર વિસ્તારમાં ફેક્ટરીમાં આ આલ્કોહોલ યુક્ત પીણુ તૈયાર કરતા હોવાની હકીકત સામે આવતાં ખંભાળીયા પોલીસે ચાંગોદર ખાતેની આ ફેક્ટરીમાં રેડ કરીને રૂા.21,12,270નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ત્રણ ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી. ચાંગોદર ખાતે અગાઉ પણ ઘણા ગેરકાયેદ પ્રોડક્ટનો ઉત્પાદન કરતી ફેકટરીઓ પકડાયેલ છે. આ વિસ્તાર ખૂબ જ મોટો ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી હજી પણ આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતી ફેકટરીઓ ધમધમતી હોય તો નવાઈ નહીં. માટે જ આવા વિસ્તારમાં ચેકીંગ કરી ગેરકાયદે પ્રવૃતિઓ કરતા તત્વો વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવે અને વિસ્તારમાં આવી બદી ફૂલેફાલે નહીં તે માટે સતત વોચ રાખવાની પણ જરુરિયાત પ્રવર્તે છે.










