છોટા ઉદેપુરના સટુંન ગામે ઢોંગી ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં વિજ્ઞાન જાથાએ ભુવા ગણપત નાયકનો પર્દાફાશ કર્યો છે,ભુવો ગણપત નાયક કરતો હતો દોરા ધાગા અને મહિલાના પગમાં માલિશ કરી વિધિ કરતો હોવાની વાત સામે આવી છે,વિજ્ઞાન જાથાએ ભુવા ગણપત નાયક પાસે માફી મંગાવી હોવાની વાત સામે આવી છે.


[[$googlead]]

છોટાઉદેપુરના સટુંન ગામે ઢોંગી ભુવાનો કર્યો પર્દાફાશ

છોટા ઉદેપુર જિલ્લામાં સૌથી વધારે આદિવાસી પરિવાર રહે છે અને આ પરિવાર ભુવામાં સૌથી વધારે માનતા હોય છે,ત્યારે છોટા ઉદેપુરમાં ગલીએ ગલીએ ભુવાઓ હોય તેવું પણ સામે આવ્યું છે,વિજ્ઞાન જાથાની ટિમ દ્વારા છટકું ગોઠવી પર્દાફાશ થયો છે જેમાં વિજ્ઞાન જાથાને માહિતી મળી હતી કે ગણપત નાયક નામનો ભુવો ખોટા દોરા ધાગા કરી ગ્રામજનોને ભ્રમિત કરી રહ્યો છે અને તે મહિલાઓને પગના ભાગે માલિસ પણ કરતો હતો,જયારે તે માલિસ કરતો હતો તે દરમિયાન વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચી અને પર્દાફાશ કર્યો અને ભુવા પાસે માફી પણ મંગાવી હતી.ગ્રામજનોએ પણ વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો.

[[$alsoread]]

છોટા ઉદેપુરમાં 10 દિવસ પહેલા ભુવાએ બાળકીની કરી હત્યા

છોટાઉદેપુરના બોડેલી જિલ્લાના પાણેજ ગામે આધેડ ભૂવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરી. તેમે ઘરની સામે રહેતી બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરી કુહાડીથી ગળું કાપી નાંખવાની ઘટના બની છે. બાળકી બાદ એના નાના ભાઈને પણ બલી માટે લઈ જતા ગ્રામજનો જોઈ ગયા હતા. જેથી બાળકને બચાવી લઈ પોલીસને ઘટના અંગે ગામ લોકોએ જાણ કરી હતી. મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. તો આરોપી લાલુ તડવીની પોલીસે ધરપકડ કરી છે.

રાજકોટમાં ભુવાએ વિધીના નામે 50 હજાર સેરવી લીધા

આ કિસ્સામાં પાખંડી ભૂવાએ ગરીબ પરિવારને પોતાની વાતોની જાળમાં ફસાવીને 50 હજાર જેટલા રૂપિયા પડાવી લીધા છે. આ પરિવારે ભૂવાને વિધિ કરવા માટે રૂપિયા આપવા માટે તેમની રિક્ષા પણ વેચી દીધી હોવાનું જણાવ્યું છે. આ ભુવો વીડિયો મારફતે પણ વિધિ કરાવતો હતો. આ અંગેની જાણ થતાં વિજ્ઞાન જાથા અને મેટોડા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. પોલીસે ભૂવાને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. આ દરમિયાન મહિલાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચતા ભૂવાને લાફો ઝીંકી દીધો હતો.

  • Follow us on: