• દોઢ વર્ષથી નકલી ટોલનાકુ ચાલતુ હોવાનો દાવો
  • વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ગોરખધંધો થતો
  • બંધ સીરામીક ફેક્ટરી ભાડે રાખી ચલાવતા હતા ટોલનાકુ

મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકુ ઝડપાયું છે. જેમાં દોઢ વર્ષથી નકલી ટોલનાકુ ચાલતુ હોવાનો દાવો છે. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ગોરખધંધો ચાલતો હતો. જેમાં ટોલનાકુ ઉભુ કરી કરોડોની ઉઘરાણી કર્યાનો આક્ષેપ છે. બંધ સીરામીક ફેક્ટરી ભાડે રાખી ટોલનાકુ ચલાવતા હતા.

 નકલી ટોકનાકા મુદ્દે અમને કોઈ ફરિયાદ મળી નથી

[[$googlead]]

મોરબી નકલી ટોલનાકા મુદ્દે SP રાહુલ ત્રિપાઠીનું નિવેદન ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. જેમાં SP રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું છે કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. પોલીસ અને મામલદાર ટોલનાકા પર પહોંચ્યા છે. નકલી ટોકનાકા મુદ્દે અમને કોઈ ફરિયાદ મળી નથી. તેમજ ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવશે. નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. સમગ્ર મામલે વાંકાનેર પ્રાંત અધિકારીને તપાસ સોંપાઈ છે. 

[[$alsoread]]


ફોર વ્હીલના રૂપિયા 50, નાના ટ્રકના 100 રૂપિયા ઉઘરાવતા

ફોર વ્હીલના રૂપિયા 50, નાના ટ્રકના 100 રૂપિયા ઉઘરાવતા હતા. આ મામલે નિવૃત્ત આર્મીમેન ગણાવતા રવિ નામના વ્યક્તિ સામે આરોપ છે. જ્યારે અધિકારીઓએ યુનિટના માલિકને નોટિસ આપી છે. મોરબીના વાંકાનેરમાં છેલ્લા દોઢ વર્ષથી નકલી ટોલનાકુ ચાલતું હોવાનાં આક્ષેપ સાથે એક વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. વઘાસિયા ટોલ પ્લાઝા પાસે ટોલનાકુ બાયપાસ કરીને ખાનગી માલિકીની જમીનમાં આ ગોરખધંધો ચાલતો હોવાનો આક્ષેપ છે.


બંધ સીરામીક ફેક્ટરી ભાડે રાખી નકલી ટોલનાકુ ઉભું કર્યું

બંધ સીરામીક ફેક્ટરી ભાડે રાખી નકલી ટોલનાકુ ઉભું કરી છેલ્લા દોઢ વર્ષથી કરોડોની ઉઘરાણી કરવામાં આવી રહી છે. જેમાં ફોર વ્હીલના 50, નાના ટ્રકના 100, મોટા ટ્રકના 200 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હતા. રવિ નામના નિવૃત્ત આર્મીમેન આ નકલી ટોલનાકુ ચલાવી કરોડોની કમાણી કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. બાહુબલી લોકો આ નકલી ટોલનાકુ ચલાવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મોરબીના વાંકાનેર નજીક વઘાસિયા ગામ નજીક કાયદેસરનું પણ ટોલનાકુ છે પરંતુ બાજુમાં નકલી ટોલનાકુ પણ સામે આવ્યું છે. જેમાં વાહનો પ્રમાણે અલગ અલગ ભાવ લેવામાં આવતા હતા. વ્હાઈટ હાઉસ નામની બંધ સિરામિક ફેકટરી ભાડે રાખી આ ટોલનાકુ ચલાવવામાં આવતું હોવાની ચર્ચા સામે આવી છે.


  • Follow us on: