સુરતમાં રત્નકલાકાર પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે,જેમા આર્થિક સંકડામણમાં માતા-પિતા-પુત્રએ આપઘાત કર્યો છે,ઘરના સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે,અમરોલી રોડ પરના એન્ટેલિયા ફલેટમાં આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે.15 વર્ષથી પિતા-પુત્ર હીરા ઉદ્યોગમાં કામ કરતા હતા અને આર્થિક સંકડામણ વધતી જતી હોવાથી તેમણે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.
આર્થિક મંદીના કારણે પરિવાર હેરાન પરેશાન હતો
આર્થિક મંદીના કારણે પરિવારે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે,જેમાં પોલીસને ઘરમાંથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે,પુત્ર બેક લોનનું કામ કરતો હતો અને તેને પણ દેવું થયું હતું તો લેણદારો હેરાન કરતા હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે,અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે,પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામા આવશે.માતા-પિતાની ઉંમર 50 વર્ષ અને પુત્રની ઉંમર 30 વર્ષ છે.
મૃતકોના નામ
(1)ભરતભાઈ દિનેશભાઈ સસાંગીયા(પિતા)
(૨)હર્ષ ભરતભાઈ સસાંગીયા(પુત્ર)
(૩)વનિતાબેન ભરતભાઈ સસાંગીયા(માતા)
પરિવાર પાસે લોન ભરવાના પણ ન હતા રૂપિયા
હીરામાં મંદીના કારણે પિતા અને પુત્ર બંનેના કામ બંધ થઈ ગયા હતા. ભરતભાઈ છેલ્લા બે મહિનાથી વોચમેન તરીકે કામ કરી રહ્યા હતા. જ્યારે પુત્ર હર્ષની પણ નોકરી છૂટી જવાના કારણે તે હાલ એક કંપનીમાં લોન ડિપાર્ટમેન્ટમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. હાલ જે ફ્લેટમાં રહેતા હતા, તેની લોન ચાલતી હતી. જોકે, છેલ્લા ઘણા મહિનાઓથી આ લોનના હપ્તાઓ પણ ચૂકવાયા ન હતા, જેથી આર્થિક સંકળામણ આખું પરિવાર અનુભવી રહ્યું હતું.
દિવાળી બાદ આવેલી હીરાની મંદીમાં પરિવાર હોમાયો
પરિવારના સભ્યો મૂળ સૌરાષ્ટ્રના વતની છે અને રૂપિયા ના હોવાથી ઘરના 5 હપ્તા બાઉન્સ થયા હતા,પિતા અને પુત્ર ડાયમંડમાં નોકરી કરતા હતા અને ચાલુ લોને ફલેટ વેચ્યો હતો જેમા 5 હપ્તા બાકી હોવાની પણ વાત સામે આવી છે. ફલેટ ખરીદનારને લોન બાબતે ખબર પડી હતી અને ઉઘરાણી કરતા પરિવાર માનસિક તણાવમાં રહેતો હતો અને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતુ.









