- ત્રણ કલાકની જહેમત અને 30 હજાર લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો
- વીજ વાયરમાં સ્પાર્કીંગને કારણે તણખા પડતા આગ ભભૂકી ઉઠી
- વ્હાઇટ કોલસા બનાવવાનો મગફળીના મગોટા સહિતનો કાચો માલ પડ્યો હતો
કુતિયાણા નજીક આવેલ મહોબતપરા ગામે વ્હાઇટ કોલસો બનાવવાના કારખાનાના પ્લોટમાં આગ લાગતા કાચામાલનો જથ્થો સળગી ગયો હતો. પોરબંદર અને કુતિયાણા ફાયરબ્રિગેડ દ્વારા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
કુતિયાણાના ઇશ્વરીયા રોડ પર મહોબતપરાગામ પાસે આવેલ બાયોકોલ ઉત્પાદન કરતી પટેલ એન્ટરપ્રાઇઝ નામની પેઢીના ખુલ્લા પ્લોટમાં વ્હાઇટ કોલસા બનાવવાનો મગફળીના મગોટા સહિતનો કાચો માલ પડ્યો હતો. બપોરે ચારેક વાગ્યે ઉપરથી પસાર થતા વીજવાયરમાં સ્પાર્કીંગના કારણે તેના તણખા આ કાચા માલ પર પડતા વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. આથી કુતિયાણા અને પોરબંદર ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયર ઓફિસર રાજીવ ગોહેલની આગેવાનીમાં બે ટીમો ફાયર ફાયટર લઇને તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.










