• આસપાસની કંપનીઓએ ફાયર સેફ્ટી સિસ્ટમ એલર્ટ કરી

  • અવાવરું પ્લોટના ઝાડી ઝાંખરામાં અગમ્ય કારણોસર આગ ફટી નીકળી હતી
  • આસપાસની કેમિકલ કંપનીઓના સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

  પાનોલીની અતુલ લિમિટેડ કંપનીના ખાલી અવાવરું પ્લોટના ઝાડી ઝાંખરામાં અગમ્ય કારણોસર આગ ફટી નીકળી હતી જેને પગલે આસપાસની કંપની સંચાલકોમાં પણ નાશભાગ મચી જવા પામી હતી.

પાનોલી જીઆઈડીસીની અતુલ લિમિટેડ કંપનીના ટીસ્યુ ક્લચર ડિવિઝનના વિશાળ ખુલ્લા પ્લોટમાં આવેલી અવાવરું ઝાડી ઝાંખરામાં એકાએક આગ લાગી ગઇ હતી. જોત જોતા આગ વિશાળ પ્લોટમાં ઝડપ ભેર પ્રસરી જવા પામી હતી. આ અંગે પાનોલી તેમજ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને સતત પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવવાના ભરચક પ્રયત્નો આદર્યા હતા. આ આગની ઘટનાને પગલે આસપાસની કેમિકલ કંપનીઓના સંચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ કંપનીઓએ પણ પોતપોતાની ફાયર સેફ્ટી સિસ્ટમને એલર્ટ કરી દીધી હતી.


  • Follow us on: