- આગની જાણ થતાં ફાયરની 5 ગાડીઓ સ્થળ પર
- આગમાં સદનસીબે કોઈ જાનહાની નહી
- ઝૂંપડપટ્ટીમાં અગાઉ પણ લાગી ચુકી છે આગ
અમદાવાદમાં આવેલા ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં આગ લાગી છે. જેમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. તથા આગની જાણ થતાં ફાયરની 5 ગાડીઓ સ્થળ પર પહોંચી છે. તેમજ આગમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. તથા ઝૂંપડપટ્ટીમાં અગાઉ પણ આગ લાગી ચુકી છે.
ઝૂંપડપટ્ટીમાં અગાઉ પણ લાગી ચુકી છે આગ
આગની ઘટનામાં કુલ 19 જેટલા ઝૂંપડાઓ બળીને ખાક થયા હતા. સબનસીબે આ આગમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. અમદાવાદ ફાયર બ્રિગેડ તરફથી મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ દાણીલીમડા વિસ્તારમાં ચંડોળા તળાવમાં આવેલી ઝૂંપડપટ્ટીઓમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. જેના પગલે ફાયરબ્રિગેડની 5ગાડીઓ અને એમ્બ્યુલન્સ સાથે રવાના કરવામાં આવી હતી. ઝૂંપડપટ્ટીઓમાં આગ શરૂ થઈ ગઈ હતી અને તેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા.
આગમાં સદનસીબે કોઈ જાનહાની નહી
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે આગ લાગી હતી. તેમાં ઝડપથી કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા અને જે તરફ આગ વધુ ફેલાઈ હતી તે તરફ પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જ્યારે આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે પણ બે જેટલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયા હતા.









