ગુજરાત ભાજપના જિલ્લા-મનપા પ્રમુખને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. 33 જિલ્લા પ્રમુખ અને 8 મનપા પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. પ્રમુખ બનવા માટે અંદાજે 1300થી વધુ ફોર્મ ભરાયા છે.
ગુજરાતમાં ભાજપના શહેર-જિલ્લા પ્રમુખ બનવા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના માટે દાવેદારો દ્વારા લોબિંગ પણ શરૂ કરવામાં આવ્યું હતા. 33 જિલ્લા પ્રમુખ અને 8 મનપા પ્રમુખ બનવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. પ્રમુખ બનવા માટે અંદાજે 1300થી વધુ ફોર્મ ભરાયા છે. કેટલાક નેતાઓએ ગોડફાધર દ્વારા તેમને આ હોદ્દો મળે તે માટે લોબિંગ પણ શરૂ કરી દીધું હતા.
ભાજપના જિલ્લા-મનપા પ્રમુખને લઇ મોટા સમાચાર
- પ્રમુખ બનવા માટે દાવેદારોનો ફાટ્યો રાફડો
- 33 જિલ્લા પ્રમુખ અને 8 મનપા પ્રમુખ માટે હોડ
- પ્રમુખ બનવા માટે અંદાજે 1300થી વધુ ફોર્મ ભરાયા
- દરેક જિલ્લામાં સરેરાશ 25થી વધુ દાવેદારો
- સૌથી વધુ દાવેદારો બનાસકાંઠા જિલ્લામાં
- જિલ્લા પ્રમુખ માટે 90 જેટલા દાવેદારો મેદાનમાં
- મનપામાં સૌથી વધુ દાવેદોર સુરતમાં
- પ્રમુખ બનવા માટે 70 જેટલા દાવેદારો મેદાનમાં
- અમદાવાદ મનપા 25, વડોદરા મનપામાં 55 ઉમેદવારો
- ગાંધીનગર મનપા 35, જૂનાગઢ-રાજકોટ મનપામાં 33
ભાજપના 33 જિલ્લા પ્રમુખ અને 8 મનપા પ્રમુખ માટે હોડ જોવા મળી રહી છે. દરેક જિલ્લામાં સરેરાશ 25થી વધુ દાવેદારો મેદાનમાં ઉતર્યા છે. સૌથી વધુ દાવેદારો બનાસકાંઠા જિલ્લામાં છે. જિલ્લા પ્રમુખ માટે 90 જેટલા દાવેદારો મેદાનમાં છે. મનપામાં સૌથી વધુ દાવેદોર સુરતમાં છે. પ્રમુખ બનવા માટે 70 જેટલા દાવેદારો મેદાનમાં ઉતર્યા છે. અમદાવાદ મનપા 25, વડોદરા મનપામાં 55 ઉમેદવારો, ગાંધીનગર મનપા 35, જૂનાગઢ-રાજકોટ મનપામાં 33 દાવેદારો મેદાનમાં ઉતર્યા છે.
પ્રમુખ માટેની દાવેદારી માટે
- વર્તમાન તેમજ પૂર્વમાં બે વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ, જેની માહિતી ફોર્મ સાથે જોડવાની રહેશે. (સક્રિય સદસ્યતા પહોંચ - સક્રિય સદસ્યતા કાર્ડ - સક્રિય નંબર સાથે જીલ્લા/મહાનગર દ્વારા પ્રમાણિત પત્ર)
- જીલ્લા/મહાનગર પ્રમુખ બનવા ઇચ્છુક કાર્યકર્તાએ મંડલ અધ્યક્ષ અથવા જીલ્લા/પ્રદેશ સ્તરે જીલ્લા/પ્રદેશની ટીમ, મોરચા, પ્રકલ્પમાં કામ કરેલુ હોવુ જોઈએ. (ફરજીયાત)
- જીલ્લા/મહાનગર પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરી શકાશે.
- પરિવારમાં એક કાર્યકર્તાને એક જવાબદારીનો નિયમ લાગુ પડશે. (બ્લડ રીલેશન પરિવાર ગણવો માતા-પિતા, ભાઈ, પુત્ર-પત્ની)
- જે જીલ્લા/મહાનગર પ્રમુખ સતત બે ટર્મ જીલ્લા/મહાનગર પ્રમુખ રહ્યા હોય તેઓને ફરીવાર રીપીટ કરવામાં આવશે નહીં.
- જીલ્લા/મહાનગર પ્રમુખ બનવા માટે ઇચ્છુક વ્યક્તિ કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ન હોવા જોઇએ (આર્થિક અને ચારિત્ર્યની બાબતમાં કોઈ પોલીસ કેસ થયો હોય તેને લાગુ પડશે).
- પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા વ્યક્તિ પ્રમુખપદની દાવેદારી કરી શકશે નહીં.