• 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે રૂ. 30 ફી નિર્ધારિત
  • ફ્લાવર શૉમાં કોરોના ગાઈડલાઈનનો આગ્રહ રખાશે
  • ગ્રીન વોલ સેલ્ફી પોઇન્ટ સહિતના આકર્ષણો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના કેસને પગલે સતર્કતા દાખવીને તા. 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી 2023 સુધી સાબરમતી રિવરન્ટ પર ઈવેન્ટ ગ્રાઉન્ડ અને ફ્લાવર ગાર્ડન ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોમાં પ્રવેશ માટે 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે રૂ. 30 ફી નક્કી કરાઈ છે અને ફ્લાવર શોનો સમય સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે.


બે વર્ષ પછી યોજાનાર ફ્લાવર શોને ધ્યાનમાં લઈને 13 દિવસ બપોરે બે વાગ્યાથી દરમિયાન અટલ ફૂટ ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવશે. આઝાદી કા અમૃત મહોત્સવ થીમ' આધારિત અને વિવિધ કલરની ગ્રીન વોલ આકર્ષક સેલ્ફી પોઇન્ટ તેમજ જુદી જુદી સાઈઝના ફ્લાવર ટાવર સહિત અલગ અલગ થીમ આધારિત જુદા જુદા કલ્ચર ફ્લાવર શોમાં રહેશે.ટિકિટના ધસારાને ધ્યાનમાં રાખી અને તમામ ઝોનલ સેન્ટર ઉપર ટિકિટના વેચાણની સુવિધા શરૂ કરવામાં આવી છે તેમજ ઓનલાઇન રિવરફ્રન્ટની વેબસાઈટ ઉપર પણ તેઓ ફ્લાવર શોની ટિકિટ મેળવી શકશે. રૂ. 2.50 કરોડના ખર્ચે ફ્લાવર શો યોજાશે. ફૂલ છોડના રોપાના વેચાણ માટે પણ સાત નર્સરીના સ્ટોલ રાખવામાં આવ્યા છે.


ઓલમ્પિકને લગતી જુદી જુદી રમતોનાં સ્કલ્પચર, ઉ-20 થીમ આધારીત સ્કલ્પચર અને મેસેજ આપતા લખાણો, આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારીત સ્કલ્પચર, 20 ફૂટ લાંબી વિવિધ કલરની ગ્રીન વોલ તથા આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ પણ ઉભા કરવામાં આવશે. ફ્લાવર લવ ગેટ, ફ્લાવર ફોલ પોટ, ફ્લાવર ટ્રી તથા જુદા જુદા કલરનાં ફ્લાવર રોલનાં સ્કલ્પચર જુદી જુદી સાઇઝનાં ફ્લાવર ટાવરનું સ્કલ્પચર, બોલ સાથે ડોલ્ફીન પણ હશે. વાઇલ્ડ લાઇફ થીમ આધારીત જુદા જુદા સ્કલ્પચર, સંજીવની પર્વત સાથેનાં હનુમાનજીની પ્રતિકૃતિ, ધનવંતરી ભગવાન અને ચરક ઋષિનાં સ્કલ્પચરો વેજીટેબલ તથા ફુટનાં જુદા જુદા સ્કલ્પચર હશે. રેનેસ્ક્યુલસ, લીલીયમ, પીટુનીયા, ડાયન્થસ, વગેરે વેરાઈટીના 10 લાખથી વધુ રોપા દ્વારા તૈયાર કરાયેલ ફ્લો-છોડની પ્રદર્શની પણ થશે. ફ્લોમાંથી બનાવેલ આકર્ષક પ્રવેશ દ્વાર તથા સ્કાય ગાર્ડન પણ હશે.


  • Follow us on: