- કેડિલા ફાર્માના માલિક સામે નોંધાયો કેસ
- માલિક રાજીવ મોદી સામે વિદેશી યુવતીની ફરિયાદ
- વર્ષ 2023ના ત્રીજા મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ
સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે વિદેશી યુવતીએ રાજીવ મોદી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ 2023ના ત્રીજા મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
મળતી માહિતી મુજબ કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે ફરિયાદ નોંધાઈ છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે વિદેશી યુવતીએ રાજીવ મોદી પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હાઈકોર્ટના આદેશ બાદ સોલા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. વર્ષ 2023ના ત્રીજા મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સોલા પોલીસે IPCની કલમ 376, 354, 506(2) મુજબ ગુનો નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
DIG કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આદેશ
મૂળ બલ્ગેરિયાની યુવતીએ દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રીટ અરજી દાખલ કરી હતી. જે બાદ હવે કેડિલાના સીએમડી રાજીવ મોદી સામેની ફરિયાદ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો આદેશ આપ્યો. પીડિત મહિલાની તરફેણમાં જસ્ટીસ એચ.ડી. સુધારે ચુકાદો આપ્યો હતો. જસ્ટીસે ડીઆઈજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આદેશ આપ્યા હતા. જે પોલીસ અધિકારી સામે આક્ષેપ કર્યા તે અંગે તપાસ કરવા આદેશ અપાયા છે. અહીં મહત્વનું છે કે મહિલા પોલીસ મથકના ACP હિમલા જોષીએ યુવતી પાસે કેટલાક કાગળો પર સહીઓ કરાવી લીધી હોવાની પણ વાત સામે આવી છે. મહિલા ACPએ યુવતીને તેનો સામાન પાછો અપાવવાનું કહીને સહીઓ કરાવી લઇ છેતરપિંડી કરી હોવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો હતો.









