• શ્રી જગદીશ ફરસાણમાંથી ભાખરવડીની ખરીદી કરી હતી
  • ભાખરવડીનું બોક્સ ખોલતા તેમાંથી ફૂગ નીકળી
  • વડોદરા મનપાના ફૂડ વિભાગ પર ઉઠ્યા સવાલ

વડોદરામાં ભાખરવડીમાંથી ફૂગ નીકળી છે. જેમાં શ્રી જગદીશ ફરસાણમાંથી ખરીદી કરી હતી. તેમાં ભાખરવડીનું બોક્સ ખોલતા તેમાંથી ફૂગ નીકળી હતી. વડોદરા ST ડેપો પાસે દુકાન આવેલી છે તેમાંથી આ ભાખરવ઼ડી ખરીદવામાં આવી છે. તેમાં વડોદરા મનપાના ફૂડ વિભાગ પર સવાલ ઉઠ્યા છે.

ગ્રાહકે વડોદરાના શ્રી જગદીશમાંથી ભાખરવડી ખરીદી હતી

[[$googlead]]

ગ્રાહકે વડોદરાના શ્રી જગદીશમાંથી ભાખરવડી ખરીદી હતી. તેમાં ઘરે જઈને ભાખરવડીનું બોક્સ ખોલતા તેમાંથી ફૂગ નીકળી હતી. શહેરમાં છેલ્લા ઘણા સમયથી ફૂડમાંથી જીવાત, ગરોળી અને ફૂગ નીકળવાની ઘટનાઓ બનવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકાના ફૂડ વિભાગ પર સવાલો ઉઠ્યા છે. રાજ્યમાં અવારનવાર અખાદ્ય પદાર્થ ઝડપાતો હોય છે. અગાઉ બનાસકાંઠાના પાલનપુરમાં મિનરલ પાણીની બોટલમાં ફૂગ અને જીવાણુ જોવા મળ્યા હતા. શગુન બેવરેજીસમાં મિનરલ પાણીમાં ફૂગ અને જીવાણું હોવાનું સામે આવ્યુ હતુ. ફૂડ વિભાગે રેડ કરી મુદ્દામાલ સીઝ કર્યો હતો.

[[$alsoread]]

 ચીજવસ્તુઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે પણ મોકલવામાં આવ્યા હતા

મિનરલ પાણીનો 1.13 લાખના મુદ્દા માલનો જથ્થો સીઝ કરી સેમ્પલ લેબમાં મોકલાયા હતા. બે માસ અગાઉ ફૂડ વિભાગે 5664 મિનરલ પાણીની બોટલ જપ્ત કરી હતી. એક લીટરની બોટલમાં મિનરલ વોટર સપ્લાય કરાતું હતું. પાલનપુર આબુ હાઇવે પર ગેર કાયદેસર મિનરલ વોટરનો પ્લાન્ટ આવેલો છે. બીજી તરફ આ અગાઉ રાજકોટ ખાતે આશા ફૂડ નામના એકમમાંથી આરોગ્ય વિભાગે 5,200 કિલો જેટલા દાબેલા ચણા, સાદા ચણા અને મગનો જથ્થો જપ્ત કર્યો હતો. તો દાઝેલુ તેલ, મસાલા સહિત અન્ય ચીજવસ્તુઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે પણ મોકલવામાં આવ્યા હતા.


  • Follow us on: