• સુરત જીલ્લા એસઓજીએ ગેરકાયદેસ ફટાકડાના ગોડાઉન પર કરી રેડ
  • એક વ્યકિતની અટકાયત કરી વધુ પૂછપરછ હાથધરી
  • દિવાળીના બદલે અગાઉથી ખરીદી કરી લીધી હોવાનું બહાર આવ્યું

સુરત જિલ્લા એસઓજીએ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલ ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડયું છે , કોઈ જાતની ફાયર સેફટી કે એનઓસી વગર લોકોના જીવ જોખમમાં મૂકી ફટાકડા ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યા હતા ,ગોડાઉન ભાડે રાખી ફટાકડાનો સંગ્રહ કરનાર વ્યકિતની પોલીસે કરી ધરપકડ.

ફાયર એનઓસી પણ હતી નહી

[[$googlead]]

ગઈકાલે સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા કામરેજ તાલુકાના કઠોર ગામે આંબોલી ચાર રસ્તા નજીક આવેલા એક ગોડાઉનમાં બાતમીના આધારે દરોડા પાડયા હતા, ફાર્મ હાઉસની અંદર પતરાનો શેડ ઉભો કરી ગોડાઉન ઉભું કરવામાં આવ્યું હતુ તો ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો.પોલીસે દરોડા દરમિયાન તપાસ કરતા ગોડાઉન ભાડે રાખી ફટાકડાનો સંગ્રહ કરનાર વિરલ કુમાર પટેલ દ્વારા કોઈ પણ જાતની ફાયર સેફ્ટી કે એનઓસી વગર લોકોના જીવ જોખમમાં મૂકાય એ રીતે આ ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો.પોલીસે ઘટના સ્થળેથી 48.60 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ગોડાઉન ભાડે રાખી ફટાકડાના જથ્થાનો સંગ્રહ કરનાર વિરલ પટેલની ધરપકડ કરી હતી.

[[$alsoread]]


કઠોર ગામે હતુ ગોડાઉન

કઠોર ગામની સીમમાં આવેલા આંબોલી ‎‎વિસ્તારના ગોડાઉનમાંથી ₹.48.56 લાખની ‎‎કિંમતના ગેરકાયદે સંગ્રહ કરેલા ફટાકડાનો‎જથ્થો ઝડપી પડાયો હતો. દિવાળીના બદલે ‎‎અગાઉથી ખરીદી કરી લીધી હોવાનું બહાર‎આવ્યું હતું. આ જથ્થો રાખવા માટે 90‎હજારના ભાડે ગોડાઉનમાં જથ્થો રાખવાનો‎કરાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.‎સુરત જિલ્લા ગ્રામ્ય એસઓજી પોલીસે ‎‎બાતમીના આધારે એસઓજી પી.આઇ બી.જી ‎‎ઈશરાણી,પીએસઆઈ વી.આર ઠુમ્મરની‎આગેવાનીમાં દરોડો પડાયો હતો.


ફટાકડાનો જથ્થો ઝડપાયો

આંબોલી‎ચાર રસ્તા ખાતે આવેલા મુકેશ નાથુલાલ‎શાહ નામના વ્યક્તિના ભાડે રાખેલા ‎ગોડાઉનમાં ખોલેશ્વરનાં વિરલ કાંતિભાઈ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ પટેલે કોઈ પણ પ્રકારની ફાયર સેફ્ટી સહિતની‎સુવિધા વગર ફટાકડા જેવા અત્યંત સ્ફોટક ‎પદાર્થોનો માતબર જથ્થો સંગ્રહ કર્યો‎ હતો.પોલીસે ગોડાઉનમાંથી અલગ અલગ ‎ખાખી પૂઠાના 1070 જેટલા કાર્ટૂનમાંથી ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎6967 બોક્ષ તેમજ અન્ય છૂટક ફટાકડા મળી‎કુલ 48.56 લાખની કિંમતના ફટાકડાનો‎ જથ્થો સંગ્રહ કર્યો હતો.

 

  • Follow us on: