• વાળીનાથ ધામ સ્થાપિત થનાર શિવલિંગના સુરતમાં દર્શન
  • 12 જ્યોતિર્લિંગ અને ચારધામ ખાતે રુદ્ર અભિષેકની વિધિ પૂર્ણ
  • યાત્રામાં 700 કિલો નું શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બનશે
સુરત શહેરમાં વાળીનાથ ધામમાં સ્થાપિત થનાર શિવલિંગ માટે ભવ્ય શિવયાત્રા નીકળી હતી. જેમાં બાર જ્યોતિર્લિંગ અને ચારધામ યાત્રા પૂર્ણ કરી રુદ્રાભિષેક બાદ લાવવામાં આવેલા શિવલિંગને રથમાં મૂકી સમસ્ત માલધારી સહિત સનાતન સમાજના દર્શન અર્થે સુરતથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે. જે રથ 3800 કિલોમીટરનું અંતર કાપી ઊંઝા અને વિસનગર વચ્ચે આવેલા તરભ ગામમાં નિર્માણ પામી રહેલા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

સુરતમાં આજે પાલનપુર પાટિયા ખાતેથી યાત્રાનો પ્રારંભ કરાયો હતો અને તેમાં અંદાજીત 70 જેટલા વાહનોમાં લોકો સવાર થઈ શિવલિંગ યાત્રામાં જોડાયા હતા. આ શિવલિંગ યાત્રા દરમિયાન સાત દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે સાધુ-સંતો ઉપરાંત માલધારી સમાજના અગ્રણીઓ જોડાવાના છે. તેમજ જેની હેઠળ બ્લડ કેમ્પ જેવી સેવાકીય પ્રવૃતિઓ પણ કરવામાં આવશે.

આ માટે સમસ્ત માલઘારી સમાજ સહિત સનાતન ધર્મના લોકો એકજુથ થાય તેવી વિચારધારા સાથે માલધારી સમાજ દ્વારા શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે બાર જ્યોતિલિંગ અને ચારધામ યાત્રા પૂર્ણ કર્યા બાદ રુદ્રા-અભિષેક કરાયેલા શિવલિંગની રથયાત્રા કાઢવામાં આવી છે.

આ શિવલિંગના ગુજરાતભરના લોકો દર્શન કરી શકે તે માટે શિવલિંગ યાત્રાનો સુરતના પાલનપુર પાટિયા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. રથયાત્રામાં હજારોની સંખ્યામાં સમસ્ત માલધારી સહિત અન્ય સમાજના લોકો જોડાયા હતા.આ યાત્રા સુરતથી શરૂ થઈ કચ્છ સુધી ફરી 3800 કિલોમીટરનું અંતર કાપશે. જ્યાં ગુજરાત ભરના લોકો શિવલિંગ રથના દર્શન કરી શકશે.

  • Follow us on:

[[$googlead]]