• ઈઝરાયલમાં રહેલી રાજકોટની યુવતીએ આપવીતી જણાવી
  • ઈઝરાયલની સ્થિતિ અને વિગતો આપતો વીડિયો કર્યો શેર
  • સોનલ ગેડીયા નામની યુવતીએ ઈઝરાયલની સ્થિતિ જણાવી
હાલમાં ઈઝારયલમાં હમાસના આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેના પછી ઈઝરાઈલમાં ઘુસ્યાં બાદ હમાસના આતંકીઓએ સામાન્ય લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. આ પછી જાહેરમાં સ્થાનિકો પર ગોળીબારથી લઈ વિવિધ ઘટનાઓ સામે આવી રહી છે. ઇઝરાયલમાં વસતી ગુજરાતી મહિલાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે ત્યાંની સ્થિતિ વર્ણવી રહી છે.

ઈઝરાયલમાં રહેતી રાજકોટની સોનલબેન ગેડીયાએ ત્યાંની સ્થિતિનો વીડિયો વાયરલ કર્યો છે. ઇઝરાયેલની પરિસ્થિતિ વિશે સોશિયલ મીડિયામાં મારફતે જણાવ્યું છે કે, ત્રાસવાદી સંગઠન રોડ ઉપર કોઈપણ દેશના નાગરિક પર હુમલો કરે છે. બાટીયમ સિટીમાં રાત્રે ધમાકા થયા હતા પરંતુ અત્યારે શાંતિ છે.

વધુમાં કહ્યું કે, હાલમાં બધા નાગરિકો સુરક્ષિત જગ્યાએ છે. હાલમાં ગાઝા તરફથી ધડાકાના અવાજ આવી રહ્યા છે. સોનલબેનએ જણાવ્યું કે, મિસાઈલ પણ અત્યારે છોડવામાં આવી રહી છે. મુખ્ય માર્ગ તેમજ મુખ્ય બજાર ઉપર જવા ઇઝરાયલ સરકારે મનાઈ કરી છે.

આ વચ્ચે ઈઝરાયલ અને હમાસના આતંકવાદીઓ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. તેમજ ઈઝરાયલે હમાસના આતંકવાદીઓના ઘણા ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા. આ બધાની વચ્ચે અમેરિકાએ હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયલને સમર્થન અને સૈન્ય સહાયની જાહેરાત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયલ નજીક અમેરિકન જહાજો અને યુદ્ધ વિમાનો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે.

  • Follow us on:

[[$googlead]]