- ફટાકડા ફોડવાને લઈ છ શખ્સોએ કરી હતી બબાલ
- મહિલા અને તેના પુત્ર સાથે કરી હતી માથાકૂટ
- આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ધમકી આપી હતી
મોરબીમાં ગતરાતે ફાયરિંગને લઈ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ફટાકડા ફોડવાને લઈ છ શખ્સોએ બબાલ કરી હતી. તેમાં મહિલા અને તેના પુત્ર સાથે માથાકૂટ કરી હતી. જેમાં આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ધમકી આપી હતી. આરોપી હેમંત સુખદેવ કોળી, રાહુલ સવજી કોળી, કિશન પ્રહલાદ કોળી, તુલસી હસમુખ કોળી અને બે અજાણ્યા શખ્સોએ માથાકુટ કરી હતી.
છ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે આરોપી તુલસી કોળીએ પિસ્તોલ કાઢી બે રાઉન્ડ ફાયરિંગ કરી માર મારી જાનથી મારી નાખવાની ઘમકી આપી નાશી ગયો હતો. તેથી બનાવ અંગે ભોગ બનનારના સસરા સન્ગ્રામસિંહ જોરુભા જાડેજાએ ફરિયાદ નોંધાવી છે. તેમાં છ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જાણો સમગ્ર મામલો:
મોરબીમાં રાત્રે થયેલા ફાયરિંગ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ મામલે સંગ્રામસિંહ જોરુભા જાડેજા નામના વ્યક્તિએ મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં હેમત સુખદેવભાઈ કોળી, રાહુલ સવજીભાઈ કોળી, કિશન પ્રહલાદ કોળી, તુલસી હસમુખભાઈ કોળી તેમજ અન્ય બે અજાણ્યા ઇસમો મળી કુલ છ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. આ કેસમાં આરોપીઓએ બાળકોના ઝઘડામાં ફરિયાદીના પૌત્ર અને દીકરાની વહુને ગાળાગાળી કરી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફરિયાદ પ્રમાણે આરોપીઓએ એવું કહ્યું હતું કે, "આજે બચી ગયો છે. હવે ક્યારેય ભેગો થઈશ તો મારી નાંખીશ." આ કેસમાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.









