ભુજ અશ્વ પાલક ગ્રુપ દ્વારા કચ્છના વેકરીયાના રણમાં અશ્વ હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છી સિંધી ઘોડાને માન્યતા મળ્યા પછી ભારતના જુદા જુદા રાજ્યોમાંથી લોકો અહીં ભાગ લે છે.જેમાં મહારાષ્ટ્ર, બિહાર,રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના ઘોડેસવારો અને પાલકો દ્વારા હરીફાઈમાં ભાગ લેવામાં આવ્યો હતો. ઘોડાઓની કુલ 6 હરીફાઈઓમાં અંદાજે 150થી વધુ ઘોડે સવારોએ ભાગ લીધો હતો. મહારાષ્ટ્રના ખાઘરીયા નસલના ઘોડાએ મોટી રેવાલ રેસ જીતીને ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.

[[$googlead]]

વેકરીયાના રણમાં ઘોડા દોડ યોજાઈ
સામાન્ય રીતે રણમાં ઊંટ જ ચાલતા હોય છે તેવું સાંભળ્યું છે પરંતુ કચ્છના વેકરીયાના રણમાં ઘોડા દોડ યોજાઈ હતી. કચ્છી સિંધી ઘોડાની માન્યતા પછી કચ્છના રણમાં અશ્વ હરીફાઇ પણ યોજાતી હોય છે ત્યારે ભારતભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ઘોડા હરીફાઈમાં જોડાયા હતા. ભારતમાં ઘોડાની માન્યતા પ્રાપ્ત હોય એવી 7 નસલ છે જેમાં 7મી નસલ તરીકે માન્યતા પ્રાપ્ત કચ્છી સિંધી ઘોડાની નસલ છે.આ ઘોડાઓ અલગ અલગ રાજ્યમાં જઈ અને ત્યાં ટ્રેનિંગ લેતા હોય છે.

જુદી જુદી કેટેગરીની કુલ 6 હરીફાઈ યોજાઈ
કચ્છના વેકરિયાના રણમાં ભુજ અશ્વપાલક ગ્રુપ દ્વારા આયોજિત આ હરીફાઈમાં ઘણા રાજ્યોનાં લોકો ભાગ લેતા હોય છે. જેમાં કચ્છ ઉપરાંત અન્ય વિસ્તારના કચ્છી સિંધી અશ્વપાલકો વિવિધ હરીફાઇઓમાં ભાગ લીધો હતો.જેમાં 3-3 કિલોમીટરની 2 અને કુલ 6 હરીફાઈ યોજાઈ હતી જેમાં મોટી રેવાલ, નાની રેવાલ, બે દાત વછેરા, અ દાત વછેરા, રાઉન્ડ રેસ અને સરાડો જેવી રેસ યોજવામાં આવી હતી. આ રેવાલ ચાલ એટલે ઘોડો પોતાનો દરેક પગ અલગ અલગ સમયે ઊંચે ઉઠાવે અને તેના ચારેય પગ જુદા જુદા સમયે નીચે જમીન પર પડે છે.

રેવાલ ચાલના કારણે કચ્છી સિંધી નસલના ઘોડાનું મહત્ત્વ વધ્યું
કચ્છી સિંધી નસલના ઘોડા કચ્છ ઉપરાંત રાજસ્થાનના બાડમેરમાં મુખ્યત્વે જોવા મળે છે. અહીં 400 થી 500 લોકો ઘોડાઓ લઈને આવેલા હતા તો હરીફાઈ જોવા માટે હજારોની સંખ્યામાં પણ લોકો ઉમટયા હતા.તો અશ્વપાલન માટે જાગૃતિ આવે તે માટે કચ્છમાં વિવિધ સ્થળોએ હરીફાઇઓના આયોજનોમાં રેવાલ ચાલના કારણે કચ્છી સિંધી નસલના ઘોડાનું મહત્ત્વ વધ્યું છે. આ ઘોડો જ્યારે રેવાલ ચાલ ચાલે ત્યારે એમ કહેવામાં આવે છે કે અસવાર કોઇ ખુલ્લા વાસણમાં પ્રવાહી લઇ જાય તોય એ હલતું નથી એ અન્ય ઘોડાની સરખામણીએ એની વિશેષતા છે.

જુદી જુદી કેટેગરીમાં ઇનામો
પ્રથમ ક્રમાંકે મોટી રેવાલની 3 કિલોમીટરની રેસમાં પ્રથમ ક્રમાંકે આવનારને બાઇક, બીજા ક્રમાંકે આવનાર વિજેતાને રૂ. 25,000 અને ત્રીજા ક્રમાંકે આવનાર વિજેતાને રૂ. 15,000નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.તો નાની રેવાલ રેસમાં પ્રથમ આવનારને 21,000 બીજાને 15,000 અને ત્રીજને 11000નું ઇનામ આપવામાં આવે છે.તો બે દાત કેટેગરીમાં પ્રથમ ક્રમાંકને 6100,બીજાને 5100 અને ત્રીજને 4100નું ઇનામ આપવામાં આવે છે.તો આ દાત કેટેગરીમાં પ્રથમ ક્રમાંકને 5100, બીજાને 4100 અને ત્રીજને 3100નું ઇનામ આપવામાં આવે છે.રાઉન્ડ રેસમાં પ્રથમને 4100, બીજાને 3100 અને ત્રીજને 2100નું ઇનામ મળશે.તો સરાડો કેટેગરીમાં પ્રથમને 6100, બીજાને 5100 અને ત્રીજને 4100નું ઇનામ આપવામાં આવે છે.
 
  • Follow us on: