• આજના દિવસે મહાદેવની વિશેષ પૂજાનો અવસર
  • ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો ચોથો દિવસ
  • હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિરોમાં ભક્તિની ભીડ ઉમટી

આજે મહાશિવરાત્રીના પર્વે દરેક શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શિવભક્તોનું જાણે ઘોડાપુર ઉમટયુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વહેલી સવારથી શિવભક્તો સોમનાથ મંદિરમાં ઉમટ્યા છે. સોમનાથ મહાદેવ મંદિરમાં રંગબેરંગી પુષ્પોથી શણગાર કરાયો છે.

આજના દિવસે મહાદેવની વિશેષ પૂજાનો અવસર

[[$googlead]]

આજના દિવસે મહાદેવની વિશેષ પૂજાનો અવસર હોય છે. ત્યારે અમદાવાદ શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજ્યા છે. 1 હજાર વર્ષ જૂના સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવી છે. ભગવાનને દૂધ, ગંગાજળ, બીલીપત્ર, તલનો અભિષેક કરવામાં આવ્યો છે.

[[$alsoread]]

ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો ચોથો દિવસ

વહેલી સવારથી જ ભાવિકોની મોટી ભીડ સોમનાથ મંદિર અને પરિસરમાં જોવા મળી હતી. ત્યારે જૂનાગઢમાં આજે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો ચોથો દિવસ છે. તેમાં ભવનાથ મંદિરમાં ભાવિકોની વહેલી સવારથી ભીડ જામી છે. ભવનાથ મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી છે. તેમજ હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ગુંજી ઉઠ્યું છે. ત્રણ દિવસમાં દસ લાખથી વધુ શ્રદ્ધાળુએ દર્શન કર્યા છે. આજે રાત્રે નાગા સાધુઓની રવાડી નીકળશે. જેમાં રવાડી બાદ સાધુ સંતો મૃગી કુંડમાં સ્નાન કરશે. મૃગી કુંડમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે.

હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિરોમાં ભક્તિની ભીડ ઉમટી

રાજકોટમાં હર હર મહાદેવના નાદ સાથે શિવ મંદિરોમાં ભક્તિની ભીડ ઉમટી છે. સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર, પંચનાથ મહાદેવ મંદિર, ઈશ્વરીયા મહાદેવ મંદિર, મહાકાલ મહાદેવ મંદિર, જાગનાથ મહાદેવ મંદિરે શિવભક્તો વહેલી સવારથી દર્શને પહોંચી રહ્યા છે. દિવસભર ભોળાનાથને મનાવવા ભક્તો વિવિધ રીતે પૂજા કરશે. બપોરે 12 વાગ્યે ભોળાનાથને થાળ ધરવામાં આવશે. ભાંગની પ્રસાદીનું પણ વિતરણ થઇ રહ્યું છે.

વડોદરા નગરી શિવ નગરી બની છે

વડોદરા નગરી શિવ નગરી બની છે. શિવરાત્રી પર્વે શિવ મંદિરોમાં ભીડ જોવા મળી છે. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે ભક્તોની કતાર લાગી છે. શિવજીને અભિષેક કરવા લાંબી કતારો લાગી છે. હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું છે. મહીસાગર જિલ્લાના શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે. ખાનપુરના કલેશ્વરી અને નદીનાથ મંદિરમાં ભક્તો ઉમટ્યા છે. શિવરાત્રીના મેળામાં કવિ અને કલાકરોનો જમાવડો થયો છે. તેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિત ગુજરાતના ભક્તો ઉમટ્યા છે. 

  • Follow us on: