• આગને કાબૂ કરવા માટે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો
  • સઈઝ GIDCમાં આવેલી દવાની કંપનીમાં ભીષણ આગ લાગી
  • મામલતદાર, પ્રાંત ઓફિસર અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા


ગાંધીનગરના કલોલની સઈઝ GIDCમાં આવેલી દવાની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ આગને કાબૂમાં લેવા 10 જેટલા ફાયર ફાઈટર્સ ઘટના સ્થળે પહોંચ્યા છે. આગ દુર્ઘટના એટલી મોટી હતી કે ફાયર વિભાગને મેજર કોલ જાહેર કરવાની ફરજ પડી હતી.

ઉલ્લેખનીય છે કે કલોલ, કડી, વિજાપુર, માણસા, ગાંધીનગર સહિતના ફાયરના ફાઈટરો આગને કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યાં છે. આગ લાગવાની ઘટનાની જાણ તંત્રને થતાં કલોલ ચીફ ઓફિસર, કલોક મામલતદાર, ટીડીઓ સહિતના કર્માચારીઓ સ્થળ ઉપર પહોંચ્યા છે. મહત્વનું છે કે, આગ ક્યાં કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. સોલ્વન્ટના બેરલના કારણે એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને કારણે ધુમાડાના વાદળો છવાઇ ગયા છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા.

ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કંપનીની અંદર કોઈ હતું કે નહીં એ હાલ તપાસનો વિષય આગ પર કાબૂ મેળવ્યા બાદ નુકસાનીની આકારણી થશે. આ ઘટનાને પગલે કલોલ ચીફ ઓફિસર, કલોલ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પ્રાંત ઓફિસર અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા છે.

  • Follow us on: