- તાંત્રિક વિધીમાં સપડાઈને પતિ-પત્નીએ આપી બલિ
- છેલ્લા ત્રણ વર્ષથી દંપતિ તાંત્રિક વિધી કરતું: મૃતકના પિતા
- સંદેશ ન્યૂઝે ઘટનાની વિંછીયા પોલીસને જાણ કરી
રાજકોટના વિંછીયામાં માનવ બલિની ઘટના બની છે. જેમાં સંદેશ ન્યૂઝે ઘટનાની વિંછીયા પોલીસને જાણ કરી હતી. તેમાં તાંત્રિક વિધીમાં સપડાઈને પતિ-પત્નીએ બલિ આપી હતી. છેલ્લા ત્રણ વર્ષથી દંપતિ તાંત્રિક વિધી કરતું હતુ તેમ મૃતકના પિતાએ જણાવ્યું છે.
દંપતિએ તાંત્રિક વિધી કરીને જીવન ટુંકાવ્યું
ઉલ્લેખનીય છે કે દંપતિએ તાંત્રિક વિધી કરીને જીવન ટુંકાવ્યું છે. જેમાં રાત્રિના સમયે તાંત્રિક વિધી કરી હતી. તેમજ તાંત્રિક વિધી કરીને બંનેએ મસ્તક હવન કુંડમાં હોમી દીધા હતા. દંપતિ આગલી રાત્રે બાળકોને મામાના ઘરે મુકી આવ્યા હતા. જેમાં વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્નેએ મસ્તક હવન કુંડમાં હોમી દીધા હતા. પતિ પત્નીની બન્નેની બે સુસાઈટ નોટ પણ લટકાવેલી હતી તેની સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો.
બે સંતાનની પણ ચિંતા કાર્ય વગર અંધશ્રદ્ધામાં આવી ગયા
સૌથી મોટો સાવલ તાંત્રિક વિધિ કરવાની સલાહ આપનાર કોણ છે તે સવાલ ઉભો થઇ રહ્યો છે. હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણાએ કમળ પૂજા કરી જીવન ટૂંકાવ્યું હતુ. જેમાં રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરીને હવન કુંડમાં પતિ પત્નીએ મસ્તક હોમી દીધા હતા. તથા હેમુભાઈના બે સંતાનની પણ ચિંતા કાર્ય વગર અંધશ્રદ્ધામાં આવી ગયા હતા.
પુત્ર અને પુત્રીને આગલા દિવસે મામાના ઘરે મૂકી આવ્યા
પુત્ર અને પુત્રીને આગલા દિવસે મામાના ઘરે મૂકી આવ્યા હતા. તેમજ મૃતકના પિતા સાથે મીડિયા દ્વારા વાતચીતમાં જણાવ્યું કે આ બન્ને પતિ પત્ની છેલ્લા ત્રણ વર્ષથી તાંત્રિક વિધિની પૂજા કરતા હતા. તથા તાંત્રિક વિધિમાં હવન કુંડમાં કમળ પૂજા કરવામાં માટે પોતે જ લોખંડનો માચડો બનાવ્યો હતો. તાંત્રિક વિધિમાં પતિ પત્નીના મોતની જાણ સૌથી પહેલા સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા વીંછીયા પોલીસને કરવામાં આવી હતી. તેમાં ઘટના સ્થળે પોલીસ ટીમ અને મામલતદાર સહિતની ટીમ પહોંચી હતી. તથા બન્ને મૃતદેહને પી.એમ માટે વીંછીયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ આગળની તપાસ વીંછીયા પોલીસ ચલાવી રહી છે.









