રાજકોટના ધોરાજીમાં વિકાસના નામે મજાક જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ધોરાજીમાં બનાવેલા અલગ-અલગ રોડમાં ગંભીર બેદરકારી સામે આવી છે, ડામર વિના માત્ર કાંકરા નાખી રોડ રિસરફેસની કામગીરી કરાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે, રોડમાંથી ડામર અચાનક ગાયબ થઇ ગયો હોય અને માત્ર કાંકરાજ રહ્યાં હોવાની વાત છે.
રોજના હજારો વાહનોની આ જગ્યાએથી અવર-જવર થાય છે
રાજકોટ જિલ્લાના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ થોડાક દિવસો પહેલા જ સરદાર ચોક ખાતે જામકંડોરણા ચોકડીથી સરદાર ચોક ,ફરેણી રોડ , જમનાવડ રોડ રેલવે ફાટક સુધી, જુનાગઢ રોડથી તોરણીયા પાટીયા સુધીનો ડામર રોડ થાય તે માટે ખાતમુહૂર્ત અને વિવિધ કાર્યક્રમ યોજાયો હતો અને યોગ્ય સમયે ડામર રોડનું કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલ તેમાંનો જુનાગઢ રોડ પર મુખ્ય રોડ છે જે સોમનાથ વેરાવળથી જુનાગઢ અને ધોરાજીથીં જામનગર જવા માટે નો મુખ્ય માર્ગ છે જ્યાં રોજના હજારો વાહનો અવરજવર થતી હોય છે.
રોડ પર કાંકરા જોવા મળ્યા
ધોરાજીથી જુનાગઢ રોડ તોરણીયા પાટીયા સુધીના ડામર રોડના કામગીરીની શરૂઆત અને કામ પણ કરવામાં આવ્યુ હતુ ત્યાં જ રોડ પરનો ડામર અદ્રશ્ય થઈ ગયો રોડ પર ફક્ત કાંકરા જોવા મળેલ અને આખા રસ્તા પર ફક્ત કાંકરા જ જોવા મળેલ અને વાહનોમાં કાંકરાનાં રસ્તામાં સ્લીપ થવાના બનાવોની હાળમાળા થવા લાગી અને રાહદારીઓ કે ખેતરે જતાં ખેડૂતો કે અપડાઉન કરતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા અને આ જુનાગઢ રોડ પરનો ડામર અદશ્ય થઈ ગયો અને કોંગ્રેસ આગેવાનોએ ત્યાં પહોંચી કાંકરા હાથથી પગથી નિકાળ્યા હતા.
કોન્ટ્રાકટર સામે પગલા ભરાય તેવી માગ ઉઠી
અને ડામર અદ્રષ્ય એટલે કે ગાયબ થઈ ગયો જોવા મળેલ અને કોંગ્રેસ આગેવાન અને સ્થાનિક લોકોએ ધોરાજીમાં ભાજપનો વિકાસ ગાંડો થયો હોય તેમ અને રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લગાવ્યો હતો અને ડામર રોડ ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા હતા અને આ રસ્તો ઘણા વર્ષોની યાતનાઓ સહન કરી અને મુશ્કેલીઓ વેઠવાની હવે રોડની કામગીરી થઇ રહી છે ત્યારે પણ ડામર રોડ લઈને લોકોમાં નારાજગી જોવા મળેલ અને આની યોગ્ય તપાસ કરીને કોન્ટ્રાકટર પર યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.









