- રેલવે સ્ટેશને આવતા મુસાફરોને પડતી ભારે હાલાકી
- ખાડા અને કીચડ પૂરી દેવાય તેવી મુસાફરોએ કરેલી માગ
- છોટાઉદેપુર રેલવે સ્ટેશનના ગેટ પાસે કીચડને કારણે મુસાફરોને તકલીફ્ પડી રહી છે.
છોટાઉદેપુર રેલવે સ્ટેશનની અંદર જવાના ગેટ પાસે ભારે કિચડને કારણે મુસાફરો રેલવે સ્ટેશનની અંદર જવામાં તકલીફ્ પડી રહી છે.
હાલ ચોમાસાનો માહોલ ચાલી રહ્યો છે સમયાંતરે વરસાદના નાના મોટા ઝાપટા પડી રહ્યા છે. તેવા સમયમાં છોટાઉદેપુર નગરમાં આવેલ રેલવે સ્ટેશનની અંદર જવાના બે રસ્તા છે. જેમાં એક બાજુના ગેટ તરફ્ ઘણા સમયથી ભારે કિચડ જોવા મળી રહ્યું છે. જે કિચડના કારણ મુસાફરોને રેલવે સ્ટેશન ની અંદર જવામાં ભારે તકલીફ્ પડી રહી છે પરંતુ ઘણા સમયથી આ કિચડ સાફ્ કરાવવામાં આવતું નથી. જે નવાઈ ભરી વાત છે. જ્યારે મુસાફરોને કીચડમાં ચાલીને અંદર પ્રવેશ કરવો પડે છે. જેનાથી કપડા બગડે અને લપસી પડવાનો ભય રહેલો છે. આ બાબતે તંત્ર દ્વારા વહેલી તકે પડેલા ખાડા અને કીચડ રેતી અને પથ્થર નાખીને પુરાવી દેવામાં આવે તેવી મુસાફરોની માંગ ઉઠી છે.










