• વનવિભાગે રેસ્ક્યૂ કરી દીપડાના બચ્ચાને સારવાર આપી

  • દીપડાનું બચ્ચુ ને.હા.નં. 56 પર ઓવરબ્રિજ પાસે ઘાયલ અવસ્થામાં હતું
  • રેસ્ક્યુ કરી બચાવ અર્થે તથા સારવારની કામગીરી હાથ ધરવામાં આવી

છોટાઉદેપુર તાલુકામાં રૂનવાડ ગામ પાસે નેશનલ હાઇવે નં. 56 ઉપર ઓવરબ્રિજ પાસે પાસે ઘાયલ અવસ્થામાં દીપડાનું બચ્ચું મળી આવ્યું હતું. અજાણ્યા વાહનની ટકકરે દીપડાનું બચ્ચું ઇજા પામ્યું હોય જેને વનવિભાગે રેસ્ક્યૂ કરી પાંજરામાં લઈ પશુ દવાખાને લઈ જઈ સારવાર આપી હતી.

છોટાઉદેપુર તાલુકામાં આવેલ રૂનવાડ ગામ પાસે આવેલ મુખ્ય હાઇવે રોડ ઉપર ઓવરબ્રિજ પાસે દીપડાનું નાનું બચ્ચું ઘાયલ અવસ્થામાં મળી આવ્યું હતું. કોઈ અજાણ્યા વાહનની ટકકર વાગતા દીપડાના બચ્ચાને ઇજા પહોંચાડી હોય જે વાતની જાણ વન વિભાગને થતા દીપડાને રેસ્ક્યૂ કરી પશુ દવાખાને લઈ જઈ સારવાર કરી હતી. દેખરેખ હેઠળ રખાયો હતો. તેમ આર એફ્ ઓ નિરંજન રાઠવાએ જણાવ્યું હતું. ગાઢ જંગલોમાં વસવાટ કરતા દીપડા છોટાઉદેપુર પંથકમાં ઉનાળાની મોસમમાં દીપડા પાણીની શોધમાં માનવ વસતી તરફ્ આવતા હોય છે આવું ઘણી વાર જોવા મળ્યું છે. પરંતુ મુખ્ય માર્ગ સુધી આવી જતા આજરોજ દીપડાના બચ્ચાને વાહનની ટકકરે ગંભીર ઇજા પોહચી છે. જેનું વન ખાતા દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી બચાવ અર્થે તથા સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


  • Follow us on: