અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની પેરામીટર વોલ પાસે વહેલી સવારે દીપડાએ દેખા દીધી હતી. આ અંગે જાણ થતા વન વિભાગનો સ્ટાફ તુરંત દોડી ગયો હતો અને દીપડાને પકડવા પીંજરા મૂકવામાં આવ્યા હતા. એરપોર્ટનો સ્ટાફ વહેલી સવારે ત્યાંથી પસાર થયો ત્યારે પેરામીટર વોલ પાસે તેને દીપડો નજરે ચડ્યો હતો. જે દ્રશ્યો એરપોર્ટના સ્ટાફ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા. જેમાં જોઈ શકાય છે કે દીપડો વોલ પાસે આંટાફેરા કરતો હતો અને થોડીવારમાં જ તે દીવાલ કૂદીને વીડી તરફ નાસી ગયો હતો. ફોરેસ્ટ વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં ચેકીંગ કરી દીપડાને પાંજરે પુરવા કવાયત હાથધરી છે.


[[$googlead]]

કાર જોઈને દીપડો ભાગી જાય છે

રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે હિરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે જેના રન વે પાછળની દિવાલ નજીક દીપડો દેખાયો હતો. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં કારમાં બેસેલા એક વ્યક્તિ દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો છે જેમાં સૌપ્રથમ દીપડો એરપોર્ટની દીવાલ પાસે બેઠો હોય છે અને ત્યારબાદ કાર આવતાની સાથે જ આ દીપડો ઊઠીને દિવાલ તરફ આગળ વધે છે અને ત્યારબાદ વાડી વિસ્તારમાં ચાલ્યો જાય છે.

[[$alsoread]]

વન વિભાગે પાંજરૂ ગોઠવ્યું

સમગ્ર ઘટનામાં વન વિભાગે તપાસ હાથધરી છે અને એરપોર્ટની નજીક પાંજરૂ પણ ગોઠવ્યું છે પણ હજી દીપડો પાંજરે પૂરાયો નથી,દીપડો આસપાસના વિસ્તારમાં ગયો હોવાનું અનુમાન વન વિભાગને છે,ત્યારે આસપાસના ગામોમાં પણ વન વિભાગે તપાસ હાથધરી છે,દીપડો દેખાયાની ખબર પડતાની સાથે જ હિરાસરના ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. 

  • Follow us on: