ગુજરાતમાં સિંહની વસ્તી સૌરાષ્ટ્ર તરફ વધુ રહેલી છે, ત્યારે અવાર-નવાર સિંહ રોડ પર પણ લટાર મારતો જોવા મળે છે તો કયારેક ગામની શેરીમાં પણ, ત્યારે સિંહ મારણ માટે બહાર નીકળતો હોય છે અને તે મારણ કરીને મિજબાની માણતો હોય છે ત્યારે ઘણા લોકો દ્વારા તેમની પરેશાની કરવામાં આવતી હોય છે ત્યારે આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં સિંહ મિજબાની માણી રહ્યો છે અને કોઈ વ્યકિત દ્વારા પરેશના કરવામાં આવે છે.
અમરેલીના ધારીમાં 5 સિંહની પજવણી
અમરેલી વિસ્તારમાં સિંહ પરિવાર સાથે જોવા મળતા હોય છે, ત્યારે ધારીમાં મોડી રાત્રે સિંહ મારણ કરીને મિજબાની માણી રહ્યો હોય છે તે દરમિયાન 5 સિંહની પજવણી કરવામાં આવી છે, સિંહ જે વિસ્તારમાં મિજબાની માણી રહ્યો છે ત્યાં આગળ ટોર્ચ લાઈટથી પ્રકાશ ફેંકીને તેમની પજવણી કરવામાં આવી રહી છે, ધારીના છતડિયા જંગલ વિસ્તાર નજીક પજવણી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, તો વન વિભાગ પણ આ બાબતે જે વ્યકિતએ પજવણી કરી છે તેની સામે ગુનો નોંધે તે જરૂરી છે.
શિકારની મિજબાની માણતા 5 સિંહની પજવણી
સિંહની પજવણીને લઈ સિંહ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે, અવાર-નાવર સિંહની પજવણી કરવામાં આવતી હોય છે, કયારેક વાહન ભગાવીને તો કયારેક મારણ આપવાના બહાને સિંહની પજવણી કરવામાં આવતી હોય છે, તો સિંહ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે અને પજવણી કરનાર સામે કડક કાર્યવાહીની માગ ઉઠી છે, જંગલ વિસ્તારમાં રાત્રીના સમયે સિંહ પરિવાર સાથે શિકારની શોધમાં નીકળતો હોય છે ત્યારે તેની પજવણી કરવામાં આવે છે આવા કિસ્સા ગુજરાતમાં ઘણા બન્યા છે.
ધારી ગીર પૂર્વનો વીડિયો થયો વાયરલ
ધારીના છતડિયા જંગલ વિસ્તાર નજીક 5 સિંહોની પજવણીનો વીડિયો વાયરલ થયો છે, જેમાં શિકારની મિજબાની માણી રહેલા સિંહો પર પ્રકાશ ફેંકીને સિંહોની પજવણી કરીને તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવે છે, સિંહ દર્શનાર્થીઓ ટોળામાં સિંહ દર્શન કરતા હોવાના વીડિયોમાં સંભળાય છે અવાજ તો સિંહોના શિકારની કુદરતી પ્રવૃતિઓમાં ખલેલ પહોંચાડતા પજવણી ખોરો સામે વન વિભાગ કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.









