અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની બોડર વિસ્તારમાં ખેડૂતને સિંહણએ હુમલો કરી પકડી દૂર સુધી ઢસડી સિંહણ માથે બેસી કબ્જો કર્યો હતો,સિંહણ આક્રમણ ગુસ્સામાં હોવાથી મૃતદેહ છોડવા તૈયાર ન હતી વનવિભાગ દ્વારા જેસીબી ટ્રેકર જેવા મોટા વાહનોની મદદથી મૃતદેહ છોડાવ્યો મોડી રાતે જ મેગા ઓપરેશન કરી સિંહણને દબોસી પાંજરે પુરી દીધી.


[[$googlead]]

વન્ય પ્રાણીઓના કારણે માનવ મોતમાં વધારો

અમરેલી જિલ્લામાં માનવ મૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે સિંહ દીપડા સહીત વન્યપ્રાણીઓ દ્વારા હુમલાઓ કરવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે મોડી રાતે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકો અને ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ગીર ગઢડા તાલુકા વચ્ચે આવેલ કાકડી મોલી ગામ અને ટીંબી વિસ્તારની સીમ વિસ્તારમાં ખેડૂત મંગાભાઇ બોઘાભાઈ બારૈયા નામના ખેડૂત ઉપર વાડી વિસ્તારમાં સિંહણ આવી હુમલો કર્યો દૂર સુધી આ ખેડૂતને ઢસડી શિકાર કર્યો સ્થાનિક લોકોએ વનવિભાગને જાણ કરતા જાફરાબાદ વનવિભાગ જસાધાર વનવિભાગ આસપાસના રેન્જ વિસ્તારનો વનવિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચતા સિંહણ મૃતદેહ ઉપર કચડી શિકાર કરી રહી હતી.

[[$alsoread]]

સિંહણનું લોકેશન મેળવી મેગા ઓપરેશન હાથ ધર્યું

આ વચ્ચે વન વિભાગે મૃતદેહ છોડાવવા પ્રયાસ કર્યા પરંતુ સિંહણ આક્રમણ સ્વરૂપ ધારણ કરી ગુસ્સામાં હોવાથી વનવિવભાગ દ્વારા જેસીબીની મદદ લઈ મૃતદેહ છોડાવ્યો હતો,વનવિભાગ દ્વારા મૃતદેહનો કબ્જો મેળવી ઉના હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા બાદ ઘટના સ્થળ શેત્રુંજી ડિવિઝન ડીસીએફ જયન પટેલ,એસીએફ વિરલ સિંહ ચાવડા સહીત વનવિભાગનો અલગ અલગ રેન્જ અધિકારીની મોટો કાફલો સીમ વિસ્તારમાં પહોંચ્યા બાદ સિંહણનું લોકેશન મેળવી મેગા ઓપરેશન હાથ ધર્યું આ ઓપરેશનમાં સિંહણને ઈંજેકશન મારી બેભાન કરી સિંહણને દબોચી લીધી અને પાંજરે પુરવામાં સફળતા મળી હતી જેના કારણે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.સિંહણ દ્વારા ખેડૂત ઉપર હુમલો કર્યા બાદ સિંહણે તેમનો શિકાર હોય તેનો માલિક વનરાજા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા વનવિભાગ દ્વારા ગણતરીના કલાકોમાં સિંહણને ઝડપી પાડી ઓપરેશન પાર પાડયું હતુ.સ્થાનિક લોકોએ અંધારામાં રાત્રીના સમયે એકલા વ્યક્તિએ અવર જ્વર ન કરવા પણ અપીલ કરવામાં આવી હતી

 

  • Follow us on: