સુરતમાં મોકડ્રિલ વચ્ચે સાચી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,સંદેશ ન્યૂઝ પાસે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં એક તરફ ફાયર વિભાગનું મોકડ્રિલ ચાલી રહ્યુ હતુ અને તે દરમિયાન અચાનક બિલ્ડિંગમાં આગ લાગતા સૌ કોઈના જીવ તાળવે ચોંટયા હતા ત્યારે આ બિલ્ડિંગમાં NSGના કમાન્ડો રોકાયા હતા અને તેજ બિલ્ડીંગમાં આગ લાગી હતી.


[[$googlead]]

પ્રચંડ બ્લાસ્ટ બાદ બિલ્ડીંગમાં લાગી હતી આગ

સુરતમાં ફાયર વિભાગ મોકડ્રિલ કરી રહ્યું હતુ તે દરમિયાન બિલ્ડિંગમાં પ્રંચડ બ્લાસ્ટ થયો અને લોકો દોડતા થયા હતા,આ બિલ્ડિંગમાં 160 NSG જવાનો હોટલમાં રોકાયા હતા તો NSG કમાન્ડો સમજ્યા કે મોકડ્રિલ છે પરંતુ જયારે સાચી આગ લાગી ત્યારે સૌ કોઈ દોડતા થઈ ગયા હતા,ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને બિલ્ડિંગમાંથી 9 લોકોને રેસ્કયૂ કરીને બચાવવામાં આવ્યા હતા,ફાયરના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતુ.

[[$alsoread]]

બહાર નીકળ્યા તો ખબર પડી સાચી આગ છે

સુરતમાં ફાયર વિભાગ મોકડ્રિલ કરતુ હતુ અને તેની વચ્ચે આગ લાગી હતી ત્યારે આ ઘટનામાં સૌ કોઈ ચિતિંત થયા હતા,એટલા માટે ચિંતિત થયા હતા કે બિલ્ડિંગમાં બ્લાસ્ટ થયો હતો,ત્યારે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો,આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી,તો ફાયર વિભાગે સુરક્ષિત રીતે તમામ લોકોને ઘરની બહાર નીકાળ્યા હતા અને રાહતનો શ્વાસ લીધો હતો,આગ કેમ લાગી તેનું સાચું કારણ સામે આવ્યું નથી,અને ફાયર વિભાગ આ મામલે તપાસ કરી રહી છે. 

  • Follow us on: