- ઓઇલ કેમ નામની કંપનીમાં ભીષણ આગ
- આગ પર કાબુ મેળવવાના પ્રયાસ
- આગને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ
વલસાડમાં સરીગામ જીઆઇડીસી સ્થિત ઓઇલ બનાવતી એક કંપનીમાં ભીષણ આગ લાગતા બે મહિલા સહિત પાંચ જેટલા કામદારો દાઝી જતા દોડધામ મચી જવા પામી હતી. ભીષણ આગના કારણે મેજર કોલ જાહેર કરાયા હતો. સરીગામ ઉમરગામ વાપી ફાયર ફાઈટરની ટીમ આગ બુઝાવવા કામે લાગી હતી.
આ અંગેની માહિતી અનુસાર, વલસાડના ઉમરગામમાં સરીગામ જીઆઇડીસી એન્જિનિયરિંગ ઝોનમાં આવેલી ઓઇલ બનાવતી ઓઇલકેમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં શનિવારે મોડી સાંજના કોઈક કારણસર બ્લાસ્ટ સાથે આગ લાગતા કંપનીમાં કામ કરી રહેલી બે મહિલા સહિત પાંચ જેટલા કામદારો દાઝી ગયા હતા અને સામાન્ય ઇજાઓ થઈ હતી.













