ગુજરાતમાં વારંવાર છેતરપિંડીના બનાવો સામે છે. ક્યારેક લાલચથી કોઈ છેતરપિંડીનો ભોગ બને છે ત્યારે કોઈ ધંધામાં, ત્યારે સુરતમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો છે. આ આરોપી ઘણા વર્ષોથી હીરા દલાલીનું કામ કરતો હતો. તેથી આરોપીએ 14 હીરા વેપારી પાસેથી હીરા લીધા હતા. આ તમામ વેપારીઓ પાસેથી હિરાઓ લઈને આરોપીએ છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. વેપારીઓ પાસેથી આરોપીએ 6 કરોડથી વધુના હીરા લીધા બાદ તે સંપર્ક વિહોણો થઈ હતો.
આરોપીએ 14 હીરા વેપારી પાસેથી હીરા લીધા
સુરતના મહિધરપુરા વિસ્તારમાં 14 હીરા વેપારીઓ પાસેથી રૂપિયા 6,21,57,943ના હીરા લઈ છેતરપિંડી મામલો સામે આવ્યો છે. સુરત ઇકો સેલ પોલીસે આરોપી રવિકુમાર ઉર્ફે રવી ચોગઠ ગણેશભાઇ વઘાસીયાને ઝડપી પાડ્યો છે. આરોપી મહિધરપુરા વિસ્તારના છેલ્લા ઘણા વર્ષોથી હીરા માર્કેટમાં હીરા દલાલીનું કામ કરતો હતો. જેથી ફરિયાદી વેપારીઓને આરોપી ઉપર વિશ્વાસ બેસી ગયો હતો. જેનો ફાયદો લઈ થોડા સમય પહેલા આરોપીએ કુલ 14 હીરા વેપારી પાસેથી અલગ-અલગ કેરેટના હીરા લીધા હતા જે અન્ય હીરા વેપારીઓને વેચવા માટે લીધા હતા.
પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી
આરોપી ઘણા વર્ષોથી હીરા દલાલીનું કામ કરતો હતો. પરંતુ હીરા લઈ આરોપી હીરાના વેપારીઓથી સંપર્ક વિહોણા થઈ ગયો હતો. જેથી વેપારીઓ આરોપી વિરુદ્ધમાં સુરત ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના અંગે તપાસ ક્રાઈમ બ્રાન્ચમાંથી સુરત ઇકો સેલ પોલીસને શોપવામાં આવી હતી. આ તપાસમાં આજરોજ ઇકો સેલ પોલીસે આરોપી રવિકુમારને કતારગામ દરવાજા પાસેથી ઝડપી પાડ્યો છે.