કચ્છના ગાંધીધામમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. ગાંધીધામના મીઠી રોહર પાસે ટીમ્બરમાં મોટી આગ લાગી છે. ટીમ્બરના લાકડાના જથ્થામાં ભીષણ આગ લાગી છે. ગાંધીધામ-ભચાઉ હાઈવેની બાજુમાં આવેલા ટીમ્બરમાં આગ લાગતા આસપાસમાં ભારે નાસભાગ મચી ગઈ અને હાજર રહેલા લોકો પણ ગભરાઈ ગયા છે.


[[$googlead]]

ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

જે જગ્યા પર આગની ઘટના બની તેની બાજુમાં જ પેટ્રોલ પંપ હોવાના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. જો કે ફાયર વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને લોકો અને ફાયરની ટીમના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થવાના સમાચાર સામે આવ્યા નથી પણ આગના કારણે ટીમ્બરમાં ઘણું નુકસાન થયું છે.

[[$alsoread]]

અમદાવાદમાં ડિટેઈન કરેલા વાહનમાં લાગી ભીષણ આગ

અમદાવાદમાં ઓઢવ બ્રિજ નીચે ડિટેઈન કરાયેલા વાહનોમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી, આગ લાગતા 34 જેટલા વાહનો બળીને ખાક થઈ ગયા હતા. 22 જેટલા ટુ વ્હીલર અને 2 કારમાં આગ લાગી હતી. તેમજ અન્ય લોકોના પાર્ક કરેલા 11 વાહનોમાં પણ આગ પ્રસરી ગઈ હતી. આગ લાગેલા વાહનોની હવે ભરપાઈ કોણ કરશે તેની લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. મળતી માહિતી મુજબ, વહેલી સવારે 7 વાગ્યે ઓઢવ પોલીસ સ્ટેશન સામે બ્રિજની નીચે પાર્ક કરેલા વાહનમાં આગ લાગી હોવાની ફાયર બ્રિગ્રેડને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

જોકે, આગ કાબૂમાં આવતાં વાહનોને વધુ નુકસાન થતાં અટકાવી શકાયું હોવાનું જાણવા મળેલું છે. સમગ્ર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ લાગવાનું કારણ શોધવા તજવીજ હાથ ધરાઈ છે. હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ટ્રાફિક DCPએ જણાવ્યું કે આ તમામ વાહનો બિનવારસી છે. I ડિવિઝન પોલીસે વાહનો જપ્ત કર્યા હતા.


  • Follow us on: